ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:ભાજપના પૂર્વ ધારાસભ્યએ ડુંગર પચાવી પાડ્યો, 85 એકરજમીનનો દસ્તાવેજ દીકરી-ભાભી સહિત 5ના નામે કરાવ્યો

Gujarat4/11/2026, 12:00:00 AM
ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:ભાજપના પૂર્વ ધારાસભ્યએ ડુંગર પચાવી પાડ્યો, 85 એકરજમીનનો દસ્તાવેજ દીકરી-ભાભી સહિત 5ના નામે કરાવ્યો
ગુજરાતમાં જમીન કૌંભાડના ઘણા કિસ્સા સામે આવતા હોય છે, પરંતુ હવે ડુંગર પણ કબજે થવા લાગ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં સરકારી પડતર ડુંગર પર કબજાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હિંમતનગર બેઠક પરથી જ 2 વખત ચૂંટાયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ડુંગર પચાવી પાડ્યો છે. તેમણે હમીરગઢ ગામની સીમમાં આવેલી સરકારી પડતર ડુંગરની જમીન પોતાની દીકરી પાયલ ચાવડા અને ભાભી દિક્ષિતાબેન ચાવડા સહિત 5 ભાગીદારોના નામે દસ્તાવેજ કરી ખરીદી લીધી છે. આ ડુંગરની જગ્યા 85 એકરથી વધુ છે. જમીનને ખેતીલાયક બતાવવા કપાસનું ખોટું પાણી પત્રક બનાવાયું હતું. કોર્ટના સ્ટે બાદ પણ વેચાણ નોંધને પ્રમાણિત કરાઇ હતી. બાદમાં કલેક્ટરે તેને રદ કરી છતાં દસ્તાવેજ દીકરી, ભાભીના નામે છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરનાર 60 વર્ષીય ચાવડાએ હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપની ટિકિટથી 2017માં 1712 મતે જીત નોંધાવી હતી. ૧. કેવી રીતે બદલાઇ સરકારી જમીન? ૨. કોર્ટનો આદેશ છતાં વેચાણ નોંધ પ્રમાણિત ૩. નોંધ રદ થયા બાદ પણ રેકોર્ડમાં નામ ભાસ્કર ઇનસાઇડ: સરકારી ડુંગર પર આ રીતે ખાનગી મહોર લાગી! આ બધી રાજકીય આંતરીક લડાઈ છે "આ અમારી રાજકીય આંતરીક લડાઈ છે. ન્યાય માટે હાઈકોર્ટમાં જવું પડે તો પણ જઈશું. છેલ્લાં 25 વર્ષના જ 7/12 ચકાસીને જમીન ખરીદી છે તેમાં બલભદ્રસિંહના વારસદારોના નામે હોવાનું અને સરકારી પડતર ન હોવાનો દાવો તેમણે કર્યો હતો." - રાજેન્દ્રસિહ ચાવડા, પૂર્વ ધારાસભ્ય "દસ્તાવેજો સાથે ચેડાં કરીને ઢોર ચરાવવાની અમારા બાપદાદા વખતની જમીન રાઠોડ કૃષ્ણસિહજીએ રાજેન્દ્ર ચાવડાની દીકરીના નામે વેચી છે. 100% ખોટું કરીને રાજેન્દ્ર ચાવડાએ જમીન ખરીદી છે." - જયશ્રી પ્રજાપતિ, સરપંચ, હમીરગઢ રેવન્યુ ઓથોરિટી 99 ટકા કિસ્સામાં નિર્ણય ન બદલી શકે "નામદાર કોર્ટે રોક લગાવી હોય તો, તે નિર્ણયની સામે કોઈ પણ રેવન્યુ ઓથોરિટી 99 ટકા કિસ્સામાં નિર્ણય ન બદલી શકે." - લલિતકુમાર સંધુ, કલેક્ટર, સાબરકાંઠા
Read Original Article →