સંકલન અને પારદર્શિતાનો અભાવ:ત્રણ ચૂંટણી ગઈ છતાં કલેક્ટર કચેરીએ મ્યુનિ.ને કરોડોનો હિસાબ આપ્યો નહીં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટર કચેરી વચ્ચે સંકલન અને પારદર્શિતાનો અભાવ છે. ચૂંટણી યોજવા માટે મ્યુનિ.એ કલેક્ટર કચેરી હસ્તકના રિટર્નિંગ ઓફિસરોને કરોડો નું ફંડ આપે છે. પરંતુ આ પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચાયા તેનો હિસાબ આપવામાં કલેક્ટર કચેરીના અધિકારીઓને કોઈ રસ નથી. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટરને ચૂંટણી સંપન્ન કરાવવાની સત્તા હોય છે. 2010, 2015 છેલ્લે 2021માં યોજાયેલી ચૂંટણીમાં મ્યુનિ.એ રિટર્નિંગ ઓફિસરોને કરોડો ચૂકવ્યા હતા. ચૂંટણી પૂરી થયા બાદ કલેક્ટર કચેરીએ આ ખર્ચનો સત્તાવાર હિસાબ મ્યુનિ.ને સોંપવાનો હોય છે પરંતુ ખર્ચના હિસાબનું કોઇ ઓડિટ ન થતું હોવાના લીધે કલેક્ટર કચેરીના અધિકારીઓ હિસાબ આપતા નથી. 2026ની ચૂંટણીમાં પણ 15.37 કરોડ આપી દીધા
જૂનો કોઈ જ હિસાબ ક્લિયર ન હોવા છતાં આ વખતે 2026માં યોજાયેલી મ્યુનિ. ચૂંટણી માટે મ્યુનિ.ના ચૂંટણી વિભાગ દ્વારા રિટર્નિંગ ઓફિસરોને વધુ 15.37 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં જો રિટર્નિંગ ઓફિસરો દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવશે તો મ્યુનિ. દ્વારા તેમને વધુ ફંડ પણ આપવામાં આવશે.
Read Original Article →