કેન્સર ફ્રી થનાર લોકો આજેય કરે છે આ 5 ભૂલો:નેશનલ કેન્સર સર્વાઈવર ડે પર અમદાવાદના નિષ્ણાત ડોક્ટરની સલાહ; બ્રેસ્ટ કેન્સરને મ્હાત આપનાર રૂપિન્દર કૌર બન્યાં પ્રેરણાસ્ત્રોત

Gujarat6/7/2026, 6:43:34 AM
કેન્સર ફ્રી થનાર લોકો આજેય કરે છે આ 5 ભૂલો:નેશનલ કેન્સર સર્વાઈવર ડે પર અમદાવાદના નિષ્ણાત ડોક્ટરની સલાહ; બ્રેસ્ટ કેન્સરને મ્હાત આપનાર રૂપિન્દર કૌર બન્યાં પ્રેરણાસ્ત્રોત
આજના આધુનિક સમયમાં કેન્સર પછીનું જીવન સામાન્ય કરવું બિલકુલ સંભવ છે, પરંતુ તેના માટે કેન્સરનું પ્રાથમિક તબક્કામાં નિદાન થવું, યોગ્ય સારવાર મેળવવી અને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રક્રિયા પૂરી કરવી અત્યંત જરૂરી છે. નેશનલ કેન્સર સર્વાઈવર ડે નિમિત્તે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ્સના રેડિએશન ઓન્કોલોજીના ગ્રુપ ડિરેક્ટર ડો. પૂજા નંદવાની પટેલે જણાવ્યું છે કે, જો કેન્સર વહેલા તબક્કામાં પકડાઈ જાય તો પરિણામો ઘણા સારા મળે છે, સારવાર ઓછી કરવી પડે છે અને તેની આડઅસરો પણ નહિવત થાય છે. તેઓ કેન્સરને મ્હાત આપી ચૂકેલા તમામ સર્વાઈવર્સને અનુરોધ કરે છે કે તેઓ સમાજમાં પોતાનો અનુભવ શેર કરે અને લોકોમાં જાગૃતિ ફેલાવે. કેન્સરમુક્ત થયા પછી દર્દીઓ કઈ 5 મોટી ભૂલો કરે છે? ડોક્ટરે જણાવ્યું કે, કેન્સર ફ્રી થયા પછી પણ દર્દીઓએ જીવનભર કેટલીક સાવધાની રાખવી પડે છે, જેમાં લોકો અવારનવાર આ ભૂલો કરે છે.. રોબોટિક સર્જરી અને ટાર્ગેટેડ રેડિયેશનથી સારવાર થઈ સરળ હાલમાં ઓપરેશન માટે રોબોટિક્સ જેવા અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ છે, જેનાથી સર્જરી બાદ દર્દી ખૂબ જ ટૂંકા સમયમાં પોતાની સામાન્ય જીવનશૈલીમાં પાછો ફરી શકે છે. રેડિએશન થેરાપીમાં પણ 'ટાર્ગેટેડ રેડિયેશન' આપવામાં આવે છે, જેમાં રેડિએશનના દર્દીઓ માત્ર 10 મિનિટના સેશન બાદ પોતાનું રૂટિન વર્ક ચાલુ રાખી શકે છે. કીમોથેરાપીની દવાઓ પણ હવે સીધી ટાર્ગેટ લેવલ પર જ સચોટ રીતે કામ કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં દર્દીનો પરિવાર સૌથી મોટો આધારસ્તંભ છે, જેમની હૂંફ દર્દીને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે. સક્સેસ સ્ટોરી: 10 કલાકની સર્જરી બાદ બ્રેસ્ટ કેન્સરને હરાવી સમાજસેવામાં સમર્પિત બન્યાં રૂપિન્દર કૌર અમદાવાદના રહેવાસી રૂપિન્દર કૌરે બ્રેસ્ટ કેન્સર સામે હિંમતપૂર્વક લડત આપી અને આજે હજારો દર્દીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. કેન્સરના પ્રારંભિક તબક્કામાં તેમની 10 કલાક લાંબી સર્જરી થઈ હતી. સર્જરી બાદ માત્ર 6 મહિનામાં જ તેમણે ફરી સામાન્ય જીવન શરૂ કરી દીધું હતું. તેમણે બાદમાં વધુ એક મોટી સર્જરીનો પણ સામનો કર્યો, છતાં જીવન પ્રત્યેનો ઉત્સાહ જાળવી રાખ્યો. આજે તેઓ HCG કેન્સર સેન્ટર સાથે જોડાઈને કેન્સર દર્દીઓ અને તેમના પરિવારજનોને પ્રી-સર્જરી અને પોસ્ટ-સર્જરી દરમિયાન નિઃશુલ્ક કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપી રહ્યા છે. રૂપિન્દર કૌરના જણાવ્યા અનુસાર, કેન્સર સામેની લડાઈમાં માનસિક મજબૂતી સૌથી મોટું હથિયાર છે. દર્દીઓએ ઇન્ટરનેટ કે લોકોની વાતોમાં આવ્યા વગર માત્ર પોતાના ડોક્ટરની સલાહ પર જ વધુ વિશ્વાસ રાખવો જોઈએ.
Read Original Article →