વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી:'હોમિયોપેથી અને ન્યુરોસાયન્સ કઈ રીતે જોડાયેલા છે' તે વિષય પર સેમિનાર યોજાયો
હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ યુનિટ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હેનેમેનની ૨૭૧મી જન્મજયંતિ નિમિત્તે ૧૨ એપ્રિલ, ૨૦૨૬ રવિવારના રોજ યોજાયો હતો. આ ઉજવણીના ભાગરૂપે, મુંબઈના જાણીતા હોમિયોપેથીક ડોક્ટર દિવ્યા છાબરાના પ્રવચનનું આયોજન કરાયું હતું. ડૉ. છાબરાએ 'હોમિયોપેથી અને ન્યુરોસાયન્સ કઈ રીતે જોડાયેલા છે' તે વિષય પર એક સેમિનાર રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, ડોક્ટર સેમ્યુઅલ હેનેમેનને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ વિજેતા ડોક્ટર ભાસ્કર ભટ્ટનું અભિવાદન કરાયું હતું. ડોક્ટર હર્ષિત ત્રિવેદીએ હોમિયોપેથ્સ બેનેવોલન્ટ સોશિયલ સિક્યોરિટી સ્કીમ વિશે ઉપસ્થિત ડોકટરોને માહિતી આપી હતી. આ સેમિનારમાં અમદાવાદ શહેરના અનેક જાણીતા હોમિયોપેથિક ડોકટરો હાજર રહ્યા હતા. કુલ ૮૦થી વધુ હોમિયોપેથિક ડોકટરોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Read Original Article →