હાલ મહારાષ્ટ્ર NCB પાસે ડોલાની કસ્ટડીઃ:ડી ગેંગના સલીમ ડોલાને 500 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત લવાશેઃ સિંધરોટ અને દમણના કેસમાં વોન્ટેડ
ભારતમાં સંખ્યાબંધ ડ્રગ્સના કેસમાં વોન્ટેડ સલીમ ડોલાને આખરે ગુજરાત લાવી પૂછપરછ કરવાની તૈયારીઓ ગુજરાત પોલીસે આટોપી લીધી છે. ડી કંપનીના વફાદાર મનાતા અને દુનિયાભરની ડ્રગ્સ સિન્ડિકેટના મહત્વના સભ્ય સલીમ ડોલા ઉર્ફ હમઝા ગુજરાતના સિંધરોટ અને દમણના મળી 500 કરોડના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ છે. ગૃહવિભાગના સૂત્રોનું માનીએ તો, સલીમ ઈસ્તમ્બુલમાં હોવાની વિગતો ગુજરાત પોલીસ દ્વારા જ સેન્ટ્રલ એજન્સીઓને અપાઈ હતી અને ત્યારથી તેની તુર્કિયમાં તપાસ કરવામાં આવી રહી હતી. ઉલ્લેખનિય છે કે, તુર્કિયમાં પકડાયા બાદ તેને પ્રત્યાર્પણ કરીને મહારાષ્ટ્ર લઈ આવવામાં આવ્યો છે. ગુજરાત એ.ટી.એસની ટીમે વર્ષ 2022માં વડોદરા નજીકના સિંધરોટ ગામ પાસે દરોડો પાડી 480 કરોડ રૂપિયાનું એમ.ડી ડ્રગ્સ પકડ્યું હતુ. જે તે સમયે સૌમિલ પાઠક આ રેકેટનો સુત્રધાર હોવાનું અને તે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટના સભ્ય સલીમ ડોલા સાથે સંબંધ હોવાનું તપાસમાં ખુલ્યું હતુ. ત્યાર બાદ ડ્રગ્સ સલીમ ડોલાના કહેવાથી જ બનાવવામાં આવ્યું હોવાનું અને સપ્લાય કરવાનું હોવાના પણ પુરાવા પોલીસને મળ્યા હતા. ત્યાર બાદ દમણમાં કરેલા ડ્રગ્સના રો મટીરીયલ સપ્લાય કરવાના 30 કરોડના કેસમાં પણ આરોપી મેહુલ ઠાકુરની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરાયા બાદ ડ્રગ્સનું રો મટીરિયલ સપ્લાય કરી તેના પ્રોસેસિંગ પાછળ સલીમ ડોલાનો હાથ હોવાની વિગતો ખુલી હતી. આમ કુલ અંદાજે 500 કરોડના ડ્રગ્સમાં વોન્ટેડ સલીમ ડોલાને મહારાષ્ટ્ર પોલીસના બે અને મહારાષ્ટ્ર નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરોના ત્રણ કેસમાં રિમાન્ડ પતે પછી ગુજરાત લઈ આવામાં આવશે તેમ એ.ટી.એસના એસ.પી કે.સિધ્ધાર્થે જણાવ્યું હતુ. એક ફોનકોલ્સથી પકડાઈ ગયો હતો સૂત્રોનું કહેવું છે કે, ભારતે જ્યારે તુર્કિયની પોલીસને સલીમ ડોલાની ઈન્ફર્મેશન આપવામાં આવી ત્યારે ત્યાની પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. તેણે થોડા સમય પહેલા એક કુરિયર મંગાવ્યું હતુ, જેમાં પાર્સલ અંગેના એક ફોન કોલ્સ પર તેના નામ વેરીફિકેશનથી તેનું લોકેશન મળ્યુ હતુ. પોલીસને તેના ઘરમાંથી એક બલ્ગેરીયન પાસપોર્ટ મળ્યો હતો જેમાં તેનું નામ હમઝા લખ્યુ હતુ.
Read Original Article →