ડેટાની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે:સિનિયર સિટીઝન-મહિલાઓની સુરક્ષા તેમજ ફરિયાદ કે અરજીની તપાસ કોણ કરી રહ્યું છે તે હવે ‘ચેટ બોટ’ની મદદથી જાણી શકાશે

Gujarat6/4/2026, 12:00:00 AM
ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના વુમન સેલ દ્વારા એઆઇ ઓટોમેશન આધારીત એક ચેટ બોટ તૈયાર કરાશે. આ ચેટ બોટના માધ્યમથી વૃધ્ધો અને મહિલાઓ પોતાની સમસ્યા અને મુંઝવણ એક નંબર પર જણાવશે. હાલમાં સમગ્ર પ્રોજેક્ટની બ્લ્યુ પ્રિન્ટ પર કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ એઆઇ ઓટોમેશન પર કામ કરનારી એક કંપનીને હાયર કરાશે. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા બાદ આ સિસ્ટમ રાજ્યમાં લાગુ કરાશે. સમગ્ર સિસ્ટમ સેન્ટીમેન્ટ એનાલિસીસનો પણ ઉપયોગ કરાશે, જેથી લોકોના અવાજ અને કહેવાની ઢબ પરથી જાણી શકાશે કે વ્યક્તિ કઇ સ્થિતીમાં ફોન કરી રહ્યાં છે. જેથી જ્યારે કોઇ વૃધ્ધ ઇમરજન્સીમાં વડિલો બોલી ન શકે તો પણ તેઓના અવાજના આધારે 108ને પણ ફોન થશે અને વડીલોને સહાય મળશે. જો કોઇ વૃદ્ધ અથવા મહિલા સાથે સાઇબર ફ્રોડ જેવી ઘટના બને તો એક ફોન પર તેઓની ફરિયાદ ક્યાં નોંધાવવી, તેઓની ફરીયાદ પર કોણ અધિકારી કે કર્મચારી કામ કરી રહ્યાં છે. ફરિયાદ નોંધાયા બાદ તેઓની ફરિયાદમાં કેટલા લોકોની પૂછપરછ કરાઇ છે તે સહિતના અપડેટ પણ આપશે. આ સાથે જો કોઇ સરકારી યોજના વિશે વૃદ્ધો જાણવું હશે અને એ યોજનામાં જોડાવવા માટે ક્યા અધિકારીને ફોન કરીને મદદ લેવી સહિતની માહિતી આપશે. પોલીસ ઉપરાંત સરકારના તમામ વિભાગો માટેની મદદ માટે અન્ય કોઇપણ વ્યક્તિને મદદ માટેની જરૂર પડશે નહીં. સિસ્ટમમાં એઆઇ મલ્ટિ એજન્ટ કામ કરશે ચેટ બોટ સિસ્ટમમાં એઆઇના મલ્ટિ એજન્ટ કામ કરશે. મહિલા - સિનિયર સિટીઝન પોતાની મુશ્કેલી માત્ર નંબર પર જણાવશે. ત્યારબાદ તેમની સમસ્યા કે પ્રશ્ન જે -તે વિભાગને ટ્રાન્સફર કરશે. ઉદા. તરીકે, જો કોઇ વૃધ્ધ સાથે સાઇબર ફ્રોડનો ભોગ બન્યા બાદ ફોન કરશે તો તેઓને સાઇબર ક્રાઇમ સાથે જોડી આપશે. ત્યાં તમામ માહિતી મળી રહેશે. ડેટાની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે હાલમાં આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છીએ. 2047 સુધીમાં દરેક વિભાગને ટેકનોલોજી સાથે જોડવાના મિશનમાં આ પ્રોજેક્ટ રાજ્યના લાખો સિનિયર સિટીઝન અને મહિલાઓને મદદગાર સાબિત થશે. તેઓ એક જ ફોન પર જ ફરિયાદ કરી શકશે તમામ સિનિયર સિટીઝન અને મહિલાઓના ડેટાની પ્રાઇવસી પ્રાથમિકતા રહેશે. - અજય ચૌધરી, એડિશનલ ડી.જી - મહિલા સેલ, સીઆઇડી ક્રાઇમ
Read Original Article →