દાણીલીમડાના ઘરમાં બેસી અમેરિકનોને ખંખેરતો યુવક ઝડપાયો:લોન અપાવવાના બહાને ડોલર ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતો, લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો

Gujarat6/4/2026, 7:07:34 AM
દાણીલીમડાના ઘરમાં બેસી અમેરિકનોને ખંખેરતો યુવક ઝડપાયો:લોન અપાવવાના બહાને ડોલર ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતો, લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો
અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરનાર શખસની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે. આરોપી ઘરમાં બેસીને ટેક્સ નાવ નામની એપ્લિકેશનથી ઈમેલ કરી લોન આપવાની વાત કરતો હતો અને જો લોન એપ્રુવ કરાવવી હોય તો ક્રેડિટ સ્કોર ઓછો બતાવીને પ્રોસેસિંગ ફીને સિક્યુરિટી ડિપોઝિટ સહિત અલગ અલગ બહાને ડોલર ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતો હતો. પોલીસે આરોપી પાસેથી લેપટોપ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમેરિકન નાગરિકોને લોન અપાવવાનું કહી છેતરપિંડી કરતો દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ સી.ટી દેસાઈની ટીમને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં શ્રીદેવીપાર્ક સોસાયટીમાં સાહિલ મિર્ઝા નામનો યુવક ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા પોલીસે યુવકને લેપટોપ અને મોબાઈલ ફોન સહિતના મુદ્દા માલ સાથે વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેઓ ટેલીગ્રામ ગ્રુપ DGS તથા DOLLERમાંથી તેમજ તેમાંથી લીંક મોકલી વોટ્સઅપ WORK HOLIC નામનુ ગ્રુપ બનાવી અમેરિકન નાગરિકોના મોબાઇલ નંબર તેમજ તેઓના અન્ય ડેટાની લીડ મેળવી લેતો હતો. અમેરિકાના લોકોને PROSPER FINANCE અને LENDING TREE નામની લોન આપનાર કંપની તરીકેની ઓળખ આપી લોન આપવાનું કહીને ઇમેલ આઈ.ડી. મોકલી આપતો હતો. જો કોઈ નાગરિક રસ ધરાવે તો "GOOGLE VOICE " નામની એપ્લીકેશન દ્વારા કોલ કરી તમારી લોન એપ્રુવ થઇ ગઈ છે કહી અમેરિકન નાગરિક પાસે કસ્ટમરનું નામ સરનામું એકાઉન્ટ નંબર, રાઉટીંગ નંબર તેમજ એડ્રેસ તથા બેન્કનું નામ સોરિચયલ સિક્યોરીટી નંબરના છેલ્લા ચાર આંકડાઓ મેળવી લેતો. ક્રેડીટ સ્કોર વધારવાના નામે ડોલર પડાવતો હતો કેડીટ સ્કોર ઓછો હોવાથી લોન સકસેસ ફૂલ થતી નથી. જેથી તમારે અમારી કંપનીમાં પ્રોસેસીંગ ફી તથા સીક્યોરીટી ડિપોઝીટ તથા ઈન્સોરન્સ કરાવવાનો રહેશે જેનાથી તમારો સ્કોર 700 પોઇન્ટ અંદાજે વધી જશે અને સરળતાથી લોન મળી રહેશે અને લોન રકમ સાથે તમે ભરેલા ડોલર રીફન્ડ મળી જશે કહી અલગ અલગ ફીના નામે છેતરપિંડી કરતો હતો.ટેલિગ્રામ ગ્રુપમાંથી અમેરીકન એપ્લીકેસનનો QR કોડ મંગાવી જેમાં ગ્રાહક પાસેથી 100થી 500 ડોલર ટ્રાંસફર કરાવતો હતો જે નાણા કેશ એપ એપ્લીકેસનમાં જ મા થઈ જતાં જેમાંથી 65 ટકા જેટલુ કમીશન પેટે નાણાં મેળવી લેતા હોવાનું પોલીસને જણાવ્યું હતું સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →