દાહોદના આદિવાસી છાત્રાલયને રાહી ફાઉન્ડેશનની ભેટ:50 બાળકો માટે ભોજન, કપડાં, ગાદલાં અને રમકડાંનું વિતરણ કરાયું
દાહોદના જૂનાપાણી ગામમાં આવેલા આદિવાસી છાત્રાલયના 50 બાળકોને રાહી ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા વિવિધ ભેટ આપવામાં આવી હતી. ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓ માટે ભોજનગૃહના વાસણો, કપડાં, ગરમ ધાબળા, ગાદલાં, ઓશિકા, ગોદડીઓ, હીંચકો અને રમકડાંનો સમાવેશ થાય છે. આ વિતરણ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, સ્નેહા શાહ અને અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આધાર ટ્રસ્ટના વિપુલ પંડ્યાએ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને માર્ગદર્શન કર્યું હતું, જ્યારે છાત્રાલયના લક્ષ્મીબેન અને નરેશભાઈએ વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે આદિવાસી છાત્રાલયના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ડીપીએસ સ્કૂલના બે બાળકો અને આનંદ નિકેતન સ્કૂલની એક બાળકીએ અમદાવાદમાં અભ્યાસ કરીને ઉત્તમ પરિણામો મેળવ્યા હતા, જેમનું રાહી ફાઉન્ડેશન દ્વારા સન્માન કરાયું. આ વિતરણ કાર્યક્રમ માટે નેહા નીરવ પટેલ પરિવાર, જયેશ કનુભાઈ પટેલ પરિવાર, દીપભાઈ પરિવાર, મહેન્દ્ર પટેલ અને સ્નેહા પટેલ સહિતના સાધન સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read Original Article →