મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાઈ:શહેરમાં 28,819 અને ગ્રામ્યમાં 19,016 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 25 હજાર વિદ્યાર્થીઓને મેરીટના આધારે સ્કોલરશીપ અપાશે
રાજ્યભરમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે રાજ્યમાં 6 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. તેમજ અમદાવાદ ગ્રામ્યમાં કુલ 19,016 જેટલા વિદ્યાર્થીઓ અને અમદાવાદ શહેરમાં કુલ 28,819 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે બાદ હવે રાજ્યના 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી અભ્યાસ માટે આર્થિકરૂપે મદદરૂપ થશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાઈ
ધોરણ 9થી 12ના અભ્યાસ માટે આર્થિકરૂપે મદદરૂપ થતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાઈ હતી. રાજ્ય પરીક્ષા દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાઈ હતી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે. આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. જેથી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓના ચહેરા ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ પરીક્ષા સેન્ટર પર કોઈ ગેરરીતિ ન થાય તે રીતે પરીક્ષા યોજાઈ હતી. તેમજ સીસીટીવીની દેખરેખ હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે મેરીટના આધારે 25 હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી ન પડે એ પ્રકારની તમામ વ્યવસ્થા
સી.એન. વિદ્યાલયના પ્રિન્સિપાલ ધવલભાઈએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષા યોજવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને બે પેપર આપવાના છે. જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પરીક્ષા બાદ જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે તે તમામ વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી મુખ્યમંત્રી જ્ઞાન સાધના અંતર્ગત સ્કોલરશીપ આપવામાં આવશે. દરેક વર્ષ દરમિયાન સ્કોલરશીપ આપવામાં આવશે. 'ખૂબ તૈયારી કરી છે આશા છે કે સારું પરિણામ આવે અને સ્કોલરશીપ મળે'
વિદ્યાર્થીની પ્રગતિએ જણાવ્યું હતું કે, હું 8માં અભ્યાસ કરું છું. અત્યારે જ્ઞાન સાધના માટેની પરીક્ષા આપવા માટે આવી છું. પરીક્ષા માટે ખૂબ તૈયારી કરી છે જેથી આશા છે કે સારું પરિણામ આવે અને મને સ્કોલરશીપ મળે. દરરોજ ચારથી પાંચ કલાક સુધી અભ્યાસ કર્યો છે. જો સ્કોલરશીપ મળશે આગળ ભણવા માટે મદદરૂપ થશે. 'પુસ્તક સહિતનો ખર્ચ સ્કોલરશીપમાંથી નીકળી શકશે'
ઝાલા તમન્નાએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. પરીક્ષા માટે ખૂબ સારી તૈયારી કરી છે જેથી પેપર સારું જાય તેવી આશા છે. જો સ્કોલરશીપ મળશે તો આગળના અભ્યાસ માટે ઘણો બધો ફાયદો થવાનો છે. પુસ્તક સહિતનો ખર્ચ સ્કોલરશીપમાંથી નીકળી શકશે.
Read Original Article →