પ્રીમોન્સૂન પ્લાન પર સંકટનાં વાદળ:દર મહિને 1 હજાર ટન ડામરની ઘટ, રોડનાં કામ અટક્યાં

Gujarat5/13/2026, 12:00:00 AM
શહેરભરમાં ચોમાસા પહેલાં તૂટેલા રસ્તા રિપેર કરવા અને ખાડા તાત્કાલિક પૂરી દેવા મ્યુનિ.એ તૈયારી શરૂ કરી છે, પરંતુ ડામરની અછતને કારણે રોડ બનાવવાની અને રિપેરિંગની કામગીરી ધીમી પડી છે. મ્યુનિ.ને દર મહિને 6 હજાર ટન ડામર મળતો હતો, પરંતુ ખાડી યુદ્ધને કારણે હાલ 4થી 5 હજાર ટન જથ્થો મળી રહ્યો છે. પરિણામે શહેરમાં રોડ પ્રોજેક્ટ અને પ્રી-મોન્સૂન રિપેરિંગ બંને પર અસર પડી રહી છે. સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ પહોળાઈનો 120 મીટરનો રસ્તો બનાવવામાં 1 ટન ડામર વપરાય છે. ગયા વર્ષે ચોમાસા દરમિયાન મ્યુનિ.એ રસ્તા રિપેર કરવા માટે પણ 44333 ટન ડામર વાપર્યો હતો. છેલ્લા લાંબા સમયથી યોગ્ય માત્રામાં ડામરનો જથ્થો મ્યુનિ.ને મળી રહ્યો નથી. ગયા વર્ષે રોડ તૂટ્યાની કુલ ફરિયાદોમાંથી 25% જૂન, જુલાઈમાં આવી શહેરમાં સામાન્ય રીતે રસ્તા પર ખાડા પડ્યાની કે રસ્તા ખરાબ થયાની ફરિયાદોમાં વર્ષ 2020માં 19,358, 2021માં 26,285, 2022માં 31,863, 2023માં 35,242 જ્યારે 2024માં 40,660 જેટલી ફરિયાદો આવી હતી. જ્યારે 2025માં માત્ર જુનથી જુલાઈ એમ બે મહિનામાં જ શહેરભરમાંથી 10,514 ફરિયાદો આવી હતી. ડામરની અછત વચ્ચે મ્યુનિ.એ વ્હાઇટ ટોપિંગ રોડ પર ફોક્સ વધાર્યું, 55 કિમીના રોડ તૈયાર શહેરમાં જ્યાં છેલ્લા લાંબા સમયથી ડામરની અછતને કારણે રસ્તા રિપેર કરવા પણ મુશ્કેલ બની રહ્યા છે ત્યારે મ્યુનિ. દ્વારા શહેરમાં ડામરના રસ્તાને બદલે હવે વ્હાઇટ ટોપિંગ રસ્તા પર પોતાનું ફોકસ વધાર્યું છે. અત્યાર સુધીમાં મ્યુનિ.એ 38.92 કિમીના 55 વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર થઈ ગયા છે. શહેરમાં ચોમાસા પૂર્વે રોડ રિપેર કરવા માટે મ્યુનિ. સંચાલિત હોટમિક્સ પ્લાન્ટમાં જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. ઝોન ટન જથ્થો (હોટમિક્સ) મધ્ય 534.30 ઉ. પશ્ચિમ 8384.33 પૂર્વ 4041.43 પશ્ચિમ 9331.46 દ. પશ્ચિમ 3671.69 ઉત્તર 8384.33 દક્ષિણ 8389.04 કુલ 42736.58
Read Original Article →