અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા:ચાંદખેડામાં 34 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ દ્વારા શકમંદ મહિલા અને પુરુષની શોધખોળ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન 34 વર્ષના જશમંતસિંહ સિક્લીગર નામના વ્યક્તિની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ અને જૂની અદાવત હોવાનું કારણ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા શકમંદ મહિલા અને પુરુષની શોધખોળ
હત્યાના આ ગુનામાં સંડોવાયેલા શકમંદોની ઓળખ મેળવવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ એક મહિલા અને એક પુરુષની શોધખોળ કરી રહી છે, જેઓ આ ઘટના સાથે જોડાયેલા હોવાની શક્યતા છે. મૃતદેહનો કબજો મેળવી પંચનામાની પ્રક્રિયા હાથ ધરાઈ
ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જયેશ મકવાણાના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતા જ તેમનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં મૃતદેહનો કબજો મેળવી પંચનામાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મારા ભાઈની ઝુંડાલ પાસે 6 શખ્સોએ હત્યા કરી
મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, મારા ભાઈની ઝુંડાલ પાસે 5થી 6 શખ્સોએ હત્યા કરી છે. અમારી માંગણી છે કે હત્યા કરનાર આરોપીને ઝડપીને કડક સજા આપવામાં આવે.
Read Original Article →