અમદાવાદ ઢોસા કાંડમાં નવો ઘટસ્ફોટ, બાળકીના શરીરમાં બેક્ટેરિયા મળ્યાં:પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, 'એસિનેટોબેક્ટર બૌમાની' બેક્ટેરિયાથી શરીરમાં ગંભીર ચેપ ફેલાયો
અમદાવાદ ચાંદખેડા ખીરામાં ત્રણ વર્ષની બાળકીના મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે, જે મુજબ ત્રણ વર્ષની બાળકીના શરીરમાં 'એસિનેટોબેક્ટર બૌમાની' (Acinetobacter baumannii) નામનો બેક્ટેરિયા મળી આવ્યો હતો. આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર ચેપ (સેપ્ટિસેમિયા) ફેલાઈ ગયો હતો, જેણે શરીરના તમામ મુખ્ય અંગો પર ઘાતક અસર કરી હતી. આ ઇન્ફેક્શનને લીધે ફેફસામાં પાણી ભરાઈ જવાથી (સોજો આવવાથી) શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ હતી અને અંતે હૃદય તેમજ શ્વાસ પ્રણાલી બંધ થઈ જવાને કારણે (Cardiorespiratory Failure) બાળકીનું મોત થયું હતું. ‘બેક્ટેરિયા ખીરું ખાવાથી શરીરમાં ન આવી શકે’
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ બેક્ટેરિયા ખીરું ખાવાથી શરીરમાં ન આવી શકે. બાળકીને કોઈ ઇન્ફેક્શન થયું હોય તેના કારણે શરીરમાં આ બેક્ટેરિયા જોવા મળ્યા હોય શકે છે. એસિનેટોબેક્ટર બૌમાની બેક્ટેરિયાનો ચેપ કેવી રીતે લાગી શકે
એસિનેટોબેક્ટર બૌમાની (Acinetobacter baumannii)એ એક પ્રકારનું ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયમ છે. તે સામાન્ય રીતે હોસ્પિટલના વાતાવરણમાં જોવા મળે છે અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓમાં ન્યુમોનિયા, લોહીનો ચેપ (સેપ્સિસ) અને મૂત્રમાર્ગના ચેપ જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે. 1. ચેપનું જોખમ: હોસ્પિટલમાં લાંબો સમય રોકાયેલા દર્દીઓ, વેન્ટિલેટર પર રહેલા લોકો અથવા ખુલ્લા ઘા ધરાવતા દર્દીઓમાં તેનો ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે. 2. મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્સ (MDR): આ બેક્ટેરિયાની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ઘણી સામાન્ય એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકાર (ઇમ્યુનિટી) વિકસાવી લે છે, જેના કારણે તેની સારવાર કરવી ખૂબ જ પડકારજનક બને છે. શું છે સમગ્ર ઘટના?
અમદાવાદના ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિસ્ટી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતો
ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સ
પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિસ્ટી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ
ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં માતાની પૂછપરછ
અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકીનાં શંકાસ્પદ મોત થવાના કેસમાં બાળકીના માતા ભાવના પ્રજાપતિને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી. ત્યાર બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પતિની જેમ ખીરું ખરાબ હોવાનું એક જ રટણ કર્યું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો: માતા-પિતાના બ્લડમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટની હાજરી મળી, રહસ્ય વધુ ગૂંચવાયું વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ પણ વાંચો: પોલીસ માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવી શકે આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.
Read Original Article →