શેર બજારમાં વધુ વળતરની લાલચ આપી 30 લાખની છેતરપિંડી:દર મહિને 10 ટકા વળતર આપવાની લાલચ આપી શરૂઆતમાં વળતર ચૂકવ્યું; પૈસા આપવાનું બંધ થતા બે સામે ફરિયાદ
ચાંદખેડામાં રહેતા 65 વર્ષીય નિવૃત્ત નિરંજન મોદી સાથે 30 લાખની છેતરપિંડીનો આચરવામાં આવી છે.શેરબજારમાં રોકાણ કરાવવાનો વિશ્વાસ અપાવી દર મહિને 10 ટકા વળતર આપવાની લાલચ આપી ફરિયાદી પાસે રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં થોડું વળતર આપીને વિશ્વાસ જીત્યા બાદ કુલ 30 લાખ લઈ લીધા હતા.ત્યારબાદ આરોપીઓએ પૈસા આપવાનું બંધ કરી દીધું અને અલગ અલગ બહાનાં આપી સમય પસાર કર્યો હતો.અંતે રૂપિયા પરત ન મળતાં નિરંજન મોદીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં વિશાલ ભુવા અને ભૌમિક સોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કંપનીમાં નોકરી કરતા સમયે આરોપી સાથે સંપર્ક થયો
ચાંદખેડા વિસ્તારના નિરંજન મોદી નિવૃત જીવન જીવે છે. વર્ષ 2020માં રેલવે ડિપાર્ટમેન્ટની ડી.એફ.સી.સી. અંતર્ગત એન.કે.સી.નામની કંપનીની ઓફિસમાં નોકરી કરતા હતા. ત્યારે વિસ્ટા ઇન્ફોર્મેશન પ્રા. લિમિટેડ નામની કંપનીમાં નોકરી કરતા વિશાલ ભુવા સાથે મુલાકાત થઈ ગઈ હતી.ફરિયાદી રેલવે ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર્ડ થયા હોવાની વિશાલ ભુવાને માહિતી મળી હતી.જેથી વિશાલ ભુવાએ ફરિયાદીને તેનો મિત્ર ભૌતિક સોની ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે અને શેર બજારનો ધંધો કરે છે. વધુ વળતરની લાલચમાં 30 લાખ ગૂમાવ્યા
જરૂરિયાત મંદ લોકોને ધિરાણ કરી ધિરાણ કરતા લોકોને 10 ટકા વળતર આપે છે અને વળતરની રકમ દર મહિને 1થી 10 તારીખમાં આપી દેવાનું વચન ફરિયાદીને આપ્યું હતું. જેથી ફરિયાદીને પણ વળતરની લાલચમાં રોકાણ કરવાની ઈચ્છા થઈ હતી. જે બાદ ફરિયાદીએ રોકાણ કરવા માટે વિશાલ ભુવાને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે બાદ વધુ રોકાણ કરી વધુ વળતર મેળવવાની ફરિયાદીને લાલચ આપવામાં આવી હતી.જેથી ફરિયાદીએ નફો મેળવવા માટે 15 લાખ બીજા રોકાણ માટે આપ્યા હતા.જેના થોડા સમય બાદ વિશાલ ભુવાએ વળતર પેટે કેસથી ટુકડે ટુકડે અલગ અલગ સમયે ફરિયાદીને 1.50 લાખ આપ્યા હતા. પૈસા પરત ન મળતા બે સામે ફરિયાદ નોંધાવી
જેથી ફરિયાદીને વિશ્વાસમાં લઈને વધુ વળતર મેળવવાની લાલચ આપીને કુલ 30 લાખ રૂપિયા લઈ લીધા હતા. જો કે થોડા સમય પહેલા પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. જેથી ફરિયાદીએ રૂપિયાની માંગણી કરતા રોકાણ કરેલા રૂપિયા ભૌમિક સોનીએ રોકાણ કર્યા હોવાનો દાવો કર્યો હતો. ફરિયાદી તેની પાસેથી રૂપિયા પરત માંગતા વહીવટ સંભાળનારનું અવસાન થઈ ગયું હોવાનું કહી સમય પસાર કરી દીધો હતો. અનેક વખત ફરિયાદીએ રૂપિયાની માંગણી કરતા વળતર આપવાની લાલચ આપીને 30 લાખ મેળવી પરત ન આપતા ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ વિશાલ ભુવા અને ભૌમિક સોની સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખાતુ ફ્રીઝ થઇ ગયું હોવાનું કહીને યુવતી પાસે રૂપિયા માંગ્યા
બોડકદેવમાં રહેતી 27 વર્ષીય યુવતી 3 વર્ષથી એસજી હાઇવે પર આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીમાં ટીમ મેનેજર તરીકે કામ કરતો મનન મહેતા (રહે. મુંબઇ) મુંબઇ ઓફિસમાં બેસે છે. વર્ષ 2024માં મનને તેનું ખાતુ ફ્રીઝ થઇ ગયું હોવાનું કહીને યુવતી પાસે નાણાં માંગ્યા હતા. જેથી સાથીકર્મી હોવાના કારણે યુવતીએ મનનને 22 હજાર આપ્યા હતા. યુવતીએ એક વાર નાણાં આપતા જ મનનને આદત પડી ગઇ હતી અને વારંવાર નાણાં માગતો હતો. ક્યારેક તે ઇમોશનલ બ્લેકમેલ કરતો હતો અને પૈસા નહીં આપે તો આત્મહત્યા કરવાનો વારો આવશે તેમ કહીને નાણાં પડાવતો હતો. ખોટા બહાના બતાવીને યુવતી પાસે 18 લાખથી વધુની રકમ પડાવી
મનને યુવતીને તારી નોકરીનું પ્રમોશન મારા હાથમાં છે અને પૈસા નહિ આપે તો અટકાવી દઇશ દેવી ધમકી પણ આપી હતી. આમ, યુવતીએ તેની બચત, પર્સનલ લોન કરાવીને, ક્રેડિટકાર્ડ અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મનનને પૈસા આપ્યા હતા. મનન મહેતાએ ખોટા બહાના બતાવીને યુવતી પાસે 18 લાખથી વધુની રકમ પડાવીને પાંચ છ માસમાં પરત આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ બાદમાં નોકરી છૂટી ગઇ છે તેમ કહીને નાણાં ન આપતા આખરે યુવતીએ પોલીસનો સહારો લીધો છે. યુવતીએ મનન મહેતા સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read Original Article →