અમદાવાદના પોશ એરિયામાં આગ લાગીને ફાયરની પોલ ખુલી:1 કિમીનું અંતર કાપતા 21 મિનિટ લાગી; SG હાઇવે પરની સોલિટેર બિલ્ડીંગના ત્રીજા માળે લાગેલી આગ 5માં માળે પહોંચી

Gujarat5/22/2026, 9:20:08 AM
અમદાવાદના પોશ એરિયામાં આગ લાગીને ફાયરની પોલ ખુલી:1 કિમીનું અંતર કાપતા 21 મિનિટ લાગી; SG હાઇવે પરની સોલિટેર બિલ્ડીંગના ત્રીજા માળે લાગેલી આગ 5માં માળે પહોંચી
અમદાવાદમાં એસજી હાઈવે પર સોલિટેર બિલ્ડીંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને જોતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ફાયર વિભાગની ગાડીઓ સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું છે. કેટલાક લોકો ફસાયા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ચોથો અને પાંચમા માળમાં પણ નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે આ દરમિયાન આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.આગને કારણે બિલ્ડિંગના કાચ ધડામ કરતા કડડભૂસ થવા લાગ્યા હતા.બિલ્ડીંગના ત્રીજા માળે લાગેલી આગ ચોથા અને પાંચમા માળ સુધી પહોંચી છે. ત્યારે ચીફ ફાયર ઓફિસર સહિત અધિકારીઓ ઘટના સ્થળ ઉપર જવા રવાના થયા છે. અને ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ સ્થળ ઉપર મોકલવામાં આવી છે. શહેરમાં આગનો બીજો એક બનાવ જીવરાજ પાર્ક વિસ્તારમાં બંધ ફલેટમાં આગ બીજા એક અન્ય બનાવમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા સહજાનંદ ફ્લેટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. બીજા માળ ઉપર આવેલા મકાનમાં આગ લાગવાની જાહેરાત થતા ફાયર બ્રિગેડ ની બે ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. બંધ મકાન હતું અને કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી.
Read Original Article →