અમદાવાદના રાણીપ D-Mart પાસે અકસ્માત:BRTS બસ નીચે કચડાતા બાઈકચાલક ગંભીર, એકને ઇજા; રોડ પર લોહી વહ્યું
અમદાવાદના રાણીપ વિસ્તારમાં D-Mart નજીક BRTS બસ અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં BRTS બસ નીચે આવી જતાં બાઇકચાલકની હાલ અતિ ગંભીર છે.જ્યારે બાઈકમાં સવાર અન્ય વ્યક્તિને ગંભીર ઈજા થતાં 108 મારફતે સારવારમાં ખસેડાયો છે. બનાવની જાણ થતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. વાડજ તરફથી BRTS બસ આવી રહી હતી જ્યારે બાઇક પર બે વ્યક્તિ રાણીપથી BRTS ટ્રેકમાં બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે બાઇક સુધી બસની નીચે જ આવી ગયું હતું. અકસ્માતમાં બાઇક પરના બંને વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે. જેમાં બાઇક ચાલકને માથાના અને મોઢાના ભાગે વધારે ઇજા પહોંચી છે. બંનેને સારવાર માટે સિવિલ.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.એક બાઇક ચાલકની સ્થિતિ વધારે ગંભીર છે,એક બેભાન થઈ ગયો છે.ટ્રાફિક પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોચી છે જ્યારે એક સ્થળ પર પહોંચીને અકસ્માત સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.બસનો ડ્રાઈવર અકસ્માત કરીને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
Read Original Article →