ભાસ્કર એક્સક્લુસિવ‎:બ્રહ્મસમાજ રાજ્યવ્યાપી બ્લડ બૅન્ક બનાવશે, વોટ્સઅપ મેસેજથી કોઈ પણ ખૂણે 15 મિનિટમાં લોહી પહોંચાડાશે

Gujarat4/8/2026, 12:00:00 AM
ભાસ્કર એક્સક્લુસિવ‎:બ્રહ્મસમાજ રાજ્યવ્યાપી બ્લડ બૅન્ક બનાવશે, વોટ્સઅપ મેસેજથી કોઈ પણ ખૂણે 15 મિનિટમાં લોહી પહોંચાડાશે
કુટુંબીજન જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતું હોય અને લોહીની જરૂરિયાત પૂરી કરવામાં ઘણી વાર કલાકોના કલાકો વેડફાઈ જતા હોય છે. આ સ્થિતિ ટાળવા માટે સમસ્ત બ્રહ્મસમાજ, ગુજરાત મહિનામાં બ્લડ બૅન્ક શરૂ કરશે. આ અંગે મળેલી બેઠકમાં ગાંધીનગરમાં 1500 સ્ક્વેર ફૂટમાં બૅન્ક બનાવવાનો નિર્ણય લેવાયો છે. વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી રાજ્યના કોઈ પણ ખૂણે 15 મિનિટ સુધીમાં લોહી પહોંચાડાશે. સમસ્ત બ્રહ્મ સમાજ, ગુજરાતના યુવા પ્રમુખ મનોજ ઉપાધ્યાય અને અમદાવાદ યુવા પ્રમુખ ખુશીન દવેના જણાવ્યા અનુસાર 200 યુવાનની ટીમ બનાવાશે. રાજ્યને 10 ઝોનમાં વહેંચી કયા શહેરમાં કયું બ્લડ ગ્રુપ ઉપલબ્ધ છે, તેનું લાઇવ મૉનિટરિંગ કરાશે. કેવી રીતે થશે કાર્ય? : દરેક જિલ્લામાં સંગઠન દ્વારા સભ્યો નક્કી કરાશે. દા.ત., રાજકોટમાં સમાજની વ્યક્તિને રક્તની જરૂર હશે તો હેલ્પલાઈન નંબર પર ફોન કરશે તો સભ્ય ત્યાં સ્થળ પર પહોંચી જશે. બ્લડ બૅન્ક માટે મેડિકલ ટીમ પણ બનાવાશે. આ કાર્ય માટે સમાજના 200 સભ્યો કાર્ય કરશે. કેવી રીતે થશે ડિલિવરી? • ઝોનલ રક્તદૂત : શહેરને અલગ અલગ સેક્ટરમાં વહેંચી દેવાશે. • ટુ-વ્હીલર કિટ : યુવાનો પાસે સ્પેશિયલ મેડિકલ બેગ હશે જે લોહીનું તાપમાન જાળવી રાખશે. • ટ્રાફિક ફ્રી રૂટ : લોકલ વોલિન્ટિયર ગૂગલ મેપ દ્વારા સૌથી ટૂંકો રસ્તો પસંદ કરી હોસ્પિટલ પહોંચશે. ડિજિટલ કંટ્રોલ રૂમ બનાવાશે ગ્રુપમાં પેશન્ટની ડિટેલ્સ આવતા જ નજીકનો વોલન્ટિયર ‘એક્ટિવ’ થશે. હજારો યુવાનોના બ્લડ ગ્રુપ અને લોકેશન આ ગ્રુપ સાથે ઇન્ટિગ્રેટેડ હશે. કઈ બ્લડ બૅન્કમાં કેટલો સ્ટોક છે, તેની વિગત પણ આંગળીના ટેરવે મળશે.
Read Original Article →