2 વર્ષથી બ્લેકમાં સિલિન્ડર ખરીદી:ઓઢવમાં ઘરેલુ-કોમર્શિયલ સિલિન્ડરમાંથી નાની બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ, વેપારીની ધરપકડ

Gujarat6/3/2026, 12:00:00 AM
2 વર્ષથી બ્લેકમાં સિલિન્ડર ખરીદી:ઓઢવમાં ઘરેલુ-કોમર્શિયલ સિલિન્ડરમાંથી નાની બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ, વેપારીની ધરપકડ
ઘરેલુ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના બાટલામાં ગેસ ભરીને ગ્રાહકોને વેચવાનું કૌભાંડ પકડાયું છે. ઓઢવ પોલીસે એક વેપારીની ધરપકડ કરી તેની દુકાનમાંથી ગેસના 79 બાટલા જપ્ત કર્યા છે. આ સાથે એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ ભરવા માટે ઇલેક્ટ્રિક મોટર, પાઇપ સહિતનો મુદ્દામાલ મળ્યો છે. બે વર્ષથી આ વેપારી આ જ રીતે ગેસના બાટલા વેચતો હતો. ઓઢવમાં વનીતા મેટલ નામની દુકાન ધરાવતા ઉદયસિંહ ઉર્ફે દિનેશ રાજપૂત ગેરકાયદે 5 કિલોના ગેસના બાટલામાં ગેસ રિફિલ કરી આપતો હતો. આ વિશે ઓઢવ ડિસ્ટાફના વિવેક બારોટને બાતમી મળતા તેમણે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે દુકાનમાં 2 ગ્રાહક 5-5 કિલોના ગેસના બાટલા રિફિલ કરાવવા આવ્યા હતા. પોલીસે ઉદયસિંહની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને હાલમાં વસ્ત્રાલમાં રહેતા હતા. તેઓ 2 વર્ષથી આ રીતે બાટલા રિફિલ કરી આપતા હતા. સીલ, વજન અને લીકેજ તપાસો પ્લાસ્ટિક કેપ અને સીલ ચકાસોઃ સિલિન્ડર પર પ્લાસ્ટિક કેપ બરાબર લગાવેલી હોવી જોઈએ અને તેના લાગેલું સીલ તૂટેલું નથી તે ચેક કરવું. વજનની ખાતરી: ડિલિવરી કરનારી વ્યક્તિ પાસે વજન કાંટો હોવો ફરજિયાત છે. સિલિન્ડરમાં 14.2 કિલો ગેસ હોય છે. બાટલા સાથે કુલ 30 કિલો વજનની ખાતરી કરવી. લીકેજ ચેક કરોઃ સીલ ખોલ્યા પછી વાલ્વ પર થોડું પાણી લગાવી પરપોટા થાય છે કે નહીં તે જુઓ. ઘરેલુ સિલિન્ડરમાં રૂ.300 સબસિડી મળે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 14.2 કિલોનું એલપીજી સિલિન્ડર રૂ.620માં મળે છે. તેમને યોજના હેઠળ રૂ.300ની સબસિડી મળે છે. જ્યારે સામાન્ય લોકોને તે રૂ.920 રૂપિયામાં મળે છે. રૂ.300થી 400માં કિલોના ભાવે ગેસ ભરી આપતો હતો રેશન કાર્ડ-ગેસ કનેકશન ન હોય તેવા પરપ્રાંતના લોકોને રૂ.300થી 400 માં કિલોના ભાવે આરોપી ગેસ રિફિલ કરી આપતો હતો અને પ્રતિ કિલો રૂ.200 પડાવતો હતો. ઉદયસિંહ ટોટલ ગેસ નામની એજન્સી ધરાવતો હતો. તેની પાસેથી પરપ્રાંતના જરૂરિયાતમંદ લોકો 1-2-5 કિલો ગેસના બાટલા રિફિલ કરાવી જતા હતા. ઊંચી કિંમતે ગેસ વેચવા ઉદયસિંહ સિિલન્ડર બ્લેકમાં લાવતો હતો.
Read Original Article →