ઢોલ-નગરા સાથે પહોંચ્યા ભાજપના નેતા ને સ્થાનિકોએ અટકાવ્યા:બોડકદેવમાં લાઈટ, રોડ અને પાણી મુદ્દે પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને લોકોએ કહ્યું પાંચ વર્ષે દેખાયા છો

Gujarat4/9/2026, 6:35:00 PM
ઢોલ-નગરા સાથે પહોંચ્યા ભાજપના નેતા ને સ્થાનિકોએ અટકાવ્યા:બોડકદેવમાં લાઈટ, રોડ અને પાણી મુદ્દે પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને લોકોએ કહ્યું પાંચ વર્ષે દેખાયા છો
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને ધનરાજ દેસાઈ સહિતના નેતાઓ જ્યારે ઢોલ-નગારા સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે રહીશોએ છેલ્લા પાંચ વર્ષથી પેન્ડિંગ રોડ, ગટર અને લાઈટના પ્રશ્નો મુદ્દે તેમને અટકાવીને ભારે રોષ ઠાલવ્યો હતો. જાગૃત નાગરિકે ઢોલ વગાડતા કાર્યકર્તાઓને અટકાવ્યા ચૂંટણીનો માહોલ જામતા જ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કમળને મત આપવાની અપીલ સાથે વિવિધ સોસાયટીઓમાં પહોંચી રહ્યા છે. જોકે, બોડકદેવ વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા નેતાઓને જોતા જ એક જાગૃત નાગરિકે ઢોલ વગાડતા કાર્યકર્તાઓને અટકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્થાનિક વ્યક્તિ નેતાઓને પૂછી રહ્યો છે કે, "પાંચ વર્ષમાં કોઈ દેખાયું નથી, તો અત્યારે અહીં ક્યાંથી આવ્યા?" રોડ તોડી નાખતા રહીશો પરેશાન સ્થાનિકોએ પૂર્વ કોર્પોરેટરો સમક્ષ વિસ્તારની દુર્દશા વર્ણવતા જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં લાઈટના થાંભલા બદલવામાં આવ્યા નથી અને રોડ તોડી નાખવામાં આવ્યા હોવાથી રહીશો પરેશાન છે. આ ઉપરાંત, ગટરો ઉભરાવાની સમસ્યા અને તંત્ર દ્વારા અપાતા નકારાત્મક પ્રતિસાદને લઈને પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. નેતાઓ મતો માટે વિકાસનો પ્રચાર કરવા નીકળ્યા રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે, પાંચ વર્ષ સુધી પ્રજાના કામોમાં ગેરહાજર રહેલા નેતાઓ હવે મતો માટે વિકાસનો પ્રચાર કરવા નીકળ્યા છે જે અસ્વીકાર્ય છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને મતદારો હવે પાયાની સુવિધાઓના અભાવે નેતાઓ સામે સવાલો ઉઠાવતા થયા છે.
Read Original Article →