અમદાવાદના 'MOCHA Cafe'ની કોફીમાંથી જીવાત નીકળી:ગ્રાહકે રસોડામાં તપાસ કરતા વંદા અને અન્ય જીવજંતુઓ ફરતા જોવા મળ્યા, AMC તપાસ કરી કાર્યવાહી કરશે
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કાફે (MOCHA Cafe) માં કોફી અને ખાવા પીવાની ચીજ વસ્તુમાંથી જીવજંતુ નીકળ્યા હોવા અંગેની ઘટના સામે આવી છે. ગ્રાહક મોકા કાફેમાં કોફી પીવા અને જમવા માટે ગયા હતા. દરમિયાન કોફીમાંથી જીવજંતુઓ નીકળ્યા હતા. ગ્રાહકે ત્યાં હાજર સ્ટાફને આ બાબતે ફરિયાદ કરી હતી. ગ્રાહકે રસોડામાં જઈને તપાસ કરતા મોટા પ્રમાણમાં વંદા અને અન્ય જીવજંતુઓ ફરતા જોવા મળ્યા હતા. આ મામલે ફૂડ વિભાગમાં તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ કાફેમાં તપાસ કરી કાર્યવાહી કરશે. જોકે, મોકા ફાફેમાં 60 રૂપિયાથી લઈને 165 રૂપિયા સુધીની વિવિધ વેરાઈટીમાં કોફી મળે છે. કોફીમાં જીવાત જોવા મળી હતી: કુલદીપસિંહ મકવાણા
કુલદીપસિંહ મકવાણા નામના ગ્રાહકે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કાફેમાં તેઓ કોફી પીવા માટે ગયા હતા. જે કોફીમાં જોતા જીવાત જોવા મળી હતી. બાજુના ટેબલ પર બીજા ગ્રાહકના ખાવામાંથી જીવાત નીકળી હોવાનું જણાવ્યું હતું. આ સમાચાર પણ વાંચો અમદાવાદમાં ‘છાશવાલા’ના કાજુ અંજીર મિલ્કશેકમાંથી જીવજંતુ નીકળ્યું
25 મે, 2026: શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ખાણીપીણીની બ્રાન્ડ્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરના પોલિટેકનિક ચાર રસ્તા પાસે, IIM રોડ પર આવેલા જાણીતા આઉટલેટ 'છાશવાલા' માંથી ખરીદાયેલા મિલ્કશેકમાંથી જીવજંતુ નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મામલે AMCના ફૂડ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને રૂ. 25,000ની પેનલ્ટી ફટકારી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદના 'Komo by Kaffa'ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી
17 માર્ચ, 2026: અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →