AMCની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ:ભાજપ MLA કૌશિક જૈનની કલેક્ટર ઓફિસમાં ઉપસ્થિતિથી NSUIના શાહનવાઝ શેખે વાંધો ઉઠાવ્યો
AMCની ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં 1552 જેટલા ઉમેદવાર નોંધાયા છે. આમ 48 વોર્ડની 196 બેઠક સામે ઉમેદવારોનો આંકડો ઘણો ઊંચો છે. કલેક્ટર કચેરીમાં વિરોધ
આજે તમામ ફોર્મની રિટર્નિંગ ઓફિસર દ્વારા ચકાસણી કરવામા આવશે. ફોર્મની ફાઇનલ ચકાસણી બાદ ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ જાહેર થશે. ફાઇનલ લિસ્ટ મુજબના જ ઉમેદવારો ચૂંટણી લડશે. 15 એપ્રિલ ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આજે કલેકટર કચેરીએ ફોર્મ ચકાસણીમાં NSUIએ વિરોધ નોંધાવ્યો હતો. નાયબ કલેક્ટરની કેબિનમાં ભાજપના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની ઉપસ્થિતિને લઇ વિવાદ સર્જાયો હતો. NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ નોંધાવતા નાયબ કલેકટરે ઉમેદવાર સિવાય કોઈ દાખલ ન થાય તેવી સૂચના આપી અને બધાને બહાર જવા સૂચના આપી હતી. ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત
શાહનવાઝ શેખના જણાવ્યા મુજબ, જ્યારે અંદર ગયા ત્યારે ખબર પડી કે કૌશિક જૈન અંદર જ બેઠા છે. આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. શાહનવાઝે જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઈ ભેદભાવ નહી ચલાવી લેવામાં આવે. સાથે જ તેઓએ ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી હતી.
Read Original Article →