યુવકના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ, CCTV:મોર્નિંગ વોકમાં નીકળેલા યુવક પાસેથી આઈફોન છીનવી બાઈક પર બે શખસો ફરાર

Gujarat5/16/2026, 11:43:46 AM
યુવકના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ, CCTV:મોર્નિંગ વોકમાં નીકળેલા યુવક પાસેથી આઈફોન છીનવી બાઈક પર બે શખસો ફરાર
શહેરના ભૂયંગદેવમા વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા યુવકના હાથમાંથી બાઈક પર બે શખસો મોબાઈલ ખેંચીને નાસી ગયા હતા. યુવક સાથે બનેલી ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘાટલોડિયા પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકના હાથમાં મોબાઈલ પડાવી બે ફરાર ઘાટલોડિયામાં રહેતો ઋષભ ચાંપાનેરી નામનો યુવક મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો. આ સમયે ઋષભ ચાલતા ચાલતા ભૂયંગદેવ પાસે પહોંચ્યો ત્યારે પાછળથી રોંગ સાઈડમાં બાઇક પર બે શખસ આવ્યા હતા. જેમણે મોકો મળતા જ ઋષભના હાથમાંથી મોબાઈલ પડાવીને કરીને નાસી ગયા હતા. ચોરીની ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. બનાવ અંગે ઘાટલોડિયા પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી બંન્ને ચોરની શોધખોળ હાથ ધરી છે.
Read Original Article →