બિડરના એકાઉન્ટની જગ્યાએ પત્નીનું એકાઉન્ટ એડ કર્યું:આઈટી કંપનીમાં કરોડોની ઉચાપત, બે કર્મચારીઓએ 5 વર્ષમાં 1.56 કરોડની ચોરી કરી

Gujarat5/20/2026, 6:00:22 AM
બિડરના એકાઉન્ટની જગ્યાએ પત્નીનું એકાઉન્ટ એડ કર્યું:આઈટી કંપનીમાં કરોડોની ઉચાપત, બે કર્મચારીઓએ 5 વર્ષમાં 1.56 કરોડની ચોરી કરી
અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલી આઈટી કંપની ઈ-પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજીસ લિમિટેડમાં કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યોંછે. કંપનીના બે કર્મચારીઓએ પોતાની પાસે રહેલા એડમિન રાઈટ્સનો દુરુપયોગ કરી, કંપનીની ડિજિટલ સિસ્ટમ સાથે ચેડાં કરીને કુલ 1.56 કરોડની ઉચાપત કરી છે. કંપનીના ફાઈનાન્સ હેડ ધ્વની દિપકભાઇ કામાણીએ આ અંગે આરોપી કર્મચારીઓ ધરમ રાઠોડ, નિખિલ ખલાસ અને તેની પત્ની પ્રિયંકા ખલાસ વિરૂદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે. નકલી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ બનાવી ખેલ પાડ્યો નારણપુરામાં રહેતા ધ્વનિ કામાણી ઈ ઓક્શન અને ઈ ટેન્ડરની કંપનીમાં ફાઈનાન્સ હેડ તરીકે ફરજ બજાવે છે. ધ્વનિબેને ફરિયાદ નોંધાવી છે કે તેમની કંપની ઈ-ઓક્શન અને ઈ-ટેન્ડરિંગ માટે ટેક્નોલોજીકલ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેમાં ભાગ લેતી કંપનીઓની સિક્યોરિટી ડિપોઝિટ એસ્કો એકાઉન્ટમાં જમા થાય છે. કંપનીમાં વર્ષોથી સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ધરમ હરીશભાઈ રાઠોડ અને નિખિલ રાજેશભાઈ ખલાસ પાસે સિસ્ટમના એડમિન રાઈટ્સ હતા. આ બંનેએ ગુનાહિત કાવતરું રચીને કંપનીની જાણ બહાર નકલી ડી.એસ.સી (Digital Signature Certificate) ફાઈલો તૈયાર કરી હતી. ત્યારબાદ સિસ્ટમમાં રહેલા અસલી બિડરોના આઈડી-પાસવર્ડ બદલી, તેમની વિગતો અને બેંકિંગ ડેટામાં ગેરકાયદેસર ફેરફાર કરી નાખ્યા હતા. પત્નીના ખાતામાં 1.40 કરોડ ટ્રાન્સફર કર્યા આ બંને કર્મચારીઓએ મૂળ બિડરોના બેંક ખાતાની જગ્યાએ આરોપી નિખિલ ખલાસના SBIના ખાતાની અને તેની પત્ની પ્રિયંકા ખલાસના BOB ના ખાતાની વિગતો સિસ્ટમમાં ઉમેરી દીધી હતી.12 જાન્યુઆરી 2021 થી લઈને 29 એપ્રિલ 2026 સુધીના સમયગાળા દરમિયાન, આરોપીઓએ એસ્કો એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને નિખિલના ખાતામાં 16 લાખ અને તેની પત્ની પ્રિયંકાના ખાતામાં 1.40 કરોડ ટ્રાન્સફર કરી લીધા હતા. ગત 30 એપ્રિલ અને 1 મે 2026ના રોજ કંપનીને સિસ્ટમમાં ચેડાં થયાની શંકા જતાં આંતરિક તપાસ કરાવાઈ હતી. જેમાં આ કરોડોનું કૌભાંડ પકડાયું હતું.હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →