રાહી ફાઉન્ડેશને ભૂદરપૂરામાં ફૂટપાથ સ્કૂલના બાળકોને ભેટ આપી:સ્વ. રામલાલ પરીખની પુણ્યતિથિએ શૈક્ષણિક સામગ્રી અને નાસ્તાનું વિતરણ
ભૂદરપૂરામાં આવેલી ફૂટપાથ સ્કૂલના જરૂરિયાતમંદ બાળકોને રાહી ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સામગ્રી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સ્વર્ગસ્થ રામલાલ પરીખની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો. કમલભાઈ દ્વારા સંચાલિત આ ફૂટપાથ સ્કૂલના આશરે 50 બાળકોને અભ્યાસ માટે ફૂલસ્કેપ ચોપડા, તેમજ સૂકા નાસ્તામાં ચવાણું, પાપડી અને બિસ્કિટના પેકેટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ ભેટ વિતરણ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, બીના શાહ અને કૌશિક શાહ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →