ઓટિઝમ પીડિતોની વેદના દર્શાવતું નાટક 'કચરો' ભજવાયું:મુખ્ય કલાકાર પોતે પણ ઓટિઝમથી પીડિત, નાટકમાં વેદના અને વાસ્તવિક દર્શાવાઇ

Gujarat5/15/2026, 6:29:01 AM
ઓટિઝમ પીડિતોની વેદના દર્શાવતું નાટક 'કચરો' ભજવાયું:મુખ્ય કલાકાર પોતે પણ ઓટિઝમથી પીડિત, નાટકમાં વેદના અને વાસ્તવિક દર્શાવાઇ
તાજેતરમાં ભજવાયેલું નાટક 'કચરો' સમાજમાં સામાન્ય બનતા જતા ઓટિઝમના દર્દીઓ અને તેમના પરિવારની વ્યથા પર આધારિત હતું. આ નાટક માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા, ઓટિઝમ પીડિતોની માનસિક પરિસ્થિતિ અને તેમના પરિવારની સંવેદનાઓને ઊંડાણપૂર્વક રજૂ કરી અને અનેક પ્રશ્નો ઉઠાવી લોકોને વિચારતા કરી મૂક્યા. આ નાટકની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેના મુખ્ય કલાકારો ધ્યેય રાવલ અને તેમની માતા પૂજા ત્રિવેદી રાવલ વાસ્તવિક જીવનમાં પણ મા-દીકરા છે. આ ઉપરાંત, ધ્યેય રાવલ પોતે પણ ૪૫% ઓટિઝમથી પીડિત છે, જેના કારણે નાટકમાં રજૂ થયેલી વેદના વધુ વાસ્તવિક અને હૃદયસ્પર્શી બની હતી. આવા વ્યક્તિઓ સામાન્ય દેખાતા હોવા છતાં, તેમના કાર્યો, લાગણીઓ અને વિચારો પર નિયંત્રણ નથી હોતું, અને તેમને સમાજમાં પૂરતો ટેકો મળતો નથી. ધ્યેય રાવલે પોતાના મિત્રો અને પોતાના જેવા ઓટિઝમ પીડિતો માટે આ પ્રશ્નો ઉઠાવી થિયેટર દ્વારા એક નવી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે. આ નાટક દ્વારા સમાજ જેને 'કચરો' ગણે છે તેવા માનસિક વિકલાંગ વ્યક્તિઓને સમાજમાં ક્યારે સ્વીકૃતિ મળશે તેવો મોટો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.
Read Original Article →