ભાજપ કાર્યાલયની સામે ઓવૈસી UCCનો વિરોધ કરશે:વર્ષ 1992માં કાશ્મીરમાં તિરંગો ફરકાવીને આવેલા મોદીએ અમદાવાદ જ્યાં સભા કરી ત્યાં AIMIMની જાહેરસભા

Gujarat4/4/2026, 12:35:00 AM
ભાજપ કાર્યાલયની સામે ઓવૈસી UCCનો વિરોધ કરશે:વર્ષ 1992માં કાશ્મીરમાં તિરંગો ફરકાવીને આવેલા મોદીએ અમદાવાદ જ્યાં સભા કરી ત્યાં AIMIMની જાહેરસભા
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં છે અને ખાનપુરના ઐતિહાસિક જે.પી. ચોક ખાતે ભાજપ કાર્યાલયની સામે અસદુદ્દીન ઓવૈસી આજે સાંજે 7 વાગ્યે જાહેર સભા યોજી ચૂંટણીનો શંખનાદ કરશે. અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડમાંથી 12 વોર્ડમાં મુસ્લિમ સમાજનું વધુ પ્રભુત્વ હોવાને લઈને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM 12 વોર્ડમાં 48 ઉમેદવાર ઉભા રાખશે. ગત વિધાનસભા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ખાનપુર ખાતે સભાને તેઓએ સંબોધન કર્યું હતું. ખાનપુર વિસ્તાર શાહપુર, દરીયાપુર અને જમાલપુર એમ ત્રણેય વોર્ડની બોર્ડરનો વિસ્તાર કહેવાય છે જેના કારણે આ વિસ્તારમાં જાહેર સભા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1992માં મોદી કાશ્મીરમાં તિરંગો ફરકાવીને ગુજરાત પાછા આવ્યા ત્યારે તેમના સ્વાગતમાં ખાનપુરના જેપી ચોકમાં સભા રાખવામાં આવી હતી. આજે તે જ જગ્યાએ અસદુદ્દીન ઓવૈસી સભા ગજવશે અને ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કરશે. હું ઓરિજિનલ M ટીમ છું: ઓવૈસી તમારા પર આરોપ લાગે છે કે તમે બીજેપીની બી ટીમ છો? જેના જવાબમાં ઔવેસીએ કહ્યું, હું ઓરિજિનલ M ટીમ છું. તેનો મુસ્લીમ કે મરાઠી અર્થ ન કાઢો. માર્ચલાઈન સેક્સનની ટીમ છું. બીજી વાત કે છેલ્લે મુસ્લિમ ઉમેદવાર ગુજરાતમાં ક્યારે સાંસદની ચૂંટણી જીત્યો હતો? હું પોલિટિક્સનો સ્ટુડન્ટ છું. છેલ્લે વર્ષ 1984માં અહેમદ પટેલ ગુજરાતમાંથી લોકસભા જીત્યા હતા. કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી જીત્યો તો શું એ મારા કારણે નથી જીત્યો? આજે દેશની સંસદમાં માત્ર 4 ટકા મુસ્લિમ સાંસદો છે એ કોના કારણે છે? મારા કારણે છે? ‘કોંગ્રેસના MP-MLA મારા કારણે ગયા છે?’ ઓવૈસીએ વધુમાં કહ્યું કે, આસામની વાત કરો. ત્યાં કોંગ્રેસના 50 ધારાસભ્યો ભાજપમાં ચાલ્યા ગયા. અત્યારના મુખ્યમંત્રી છે એ કોંગ્રેસના છે. સાંસદો રાજીનામું આપીને કોંગ્રેસ છોડીને જતા રહ્યા.તેમના પાર્ટી પ્રમુખ પણ ચાલ્યા ગયા. શું આ બધા મારા કારણે ગયા છે? મારા પર આરોપ મૂકવા માંગે તો હું તો તેને ગર્વ માનીશ, મને કોઈ વાંધો નથી. પણ હકીકત કંઈક બીજી છે. ‘ગુજરાતમાં UCCનું બિલ આવ્યું કોંગ્રેસે કેમ વિધાનસભામાં ડિવિઝનની વાત ન કરી’ ઓવૈસીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં કુલ 539 ઉમેદવાર ઊભા રાખવામાં આવશે. UCC મુદ્દે કહ્યું કે મુસ્લિમ કોમ્યુનિટીના સભ્યોએ કહ્યું હતું કે અમારા પર્સનલ લો પર અસર થશે. સંવિધાન બનતું હતું ત્યારે બાબા સાહેબે કહ્યું હતું કે UCC માટે ફોર્સ નહીં કરવામાં આવે. તમે UCC કહ્યું પણ આ UCC નથી કેમ કે એ આખા દેશમાં હોય. આને ગુજરાત UCC કહ્યું છે. ઉત્તરાખંડનું બિલ હતું તેનું કોપી પેસ્ટ છે. ગુજરાતમાં UCCનું બિલ આવ્યું કોંગ્રેસે કેમ વિધાનસભામાં ડિવિઝનની વાત ન કરી. ઉત્તરાખંડમાં UCC બિલના વોઈસ વોટમાં કોંગ્રેસ પણ શામેલ હતી. ‘RSS જેવા સંગઠનને ફ્રી હેન્ડ અપાશે’ અશાંતધારા મુદ્દે અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે 1986માં અશાંત ધારો બનાવવામાં આવ્યો. 1991માં રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ થયો ત્યારે કલેક્ટરની મંજૂરી માટે વાત કરી હતી. 1995માં ભાજપ સરકાર આવી ત્યારથી મંજૂરી ધાર્મિક આધાર પર આપવાનો નિર્ણય થયો છે. 1996માં રિઝનેબલ વેલ્યુ અને મંજૂરી હોય તો કલેક્ટર મનાઈ નહીં કરી શકે, પડોશી વિરોધ ના કરી શકે તેનો આદેશ થયો હતો. આવા કિસ્સામાં કમિશનખોરી વધશે.સંવિધાનના વિરોધમાં જઈને આ કાયદો બનાવવામાં આવ્યો છે. RSS જેવા સંગઠનને ફ્રી હેન્ડ આપવામાં આવશે. પશ્ચિમ અમદાવાદમાં તકલીફ નહીં થાય પણ લઘુમતી પ્રભાવિત એરિયામાં અસર થશે. સંસદમાં માત્ર 4 ટકા મુસ્લિમ સાંસદો, એ કોના કારણેે? પત્રકારોમાંથી કોઈએ ગુજરાતમાં છેલ્લે વર્ષ 1991માં મુસ્લિમ ઉમેદવાર જીત્યાની દલીલ કરી હતી. તેના જવાબમાં ઓવૈસીએ કહ્યું કે ચાલો માની લો કે આટલા વર્ષોથી કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી જીત્યો તો શું એ મારા કારણે નથી જીત્યો? આજે દેશની સંસદમાં માત્ર 4 ટકા મુસ્લિમ સાંસદો છે એ કોના કારણે છે? મારા કારણે છે? ‘UAPAનો કોંગ્રેસે સપોર્ટ કર્યો હતો’ વર્ષ 2019માં અમિત શાહે અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA)ને વધુ ખરાબ કર્યો, જેનો કોંગ્રેસે સપોર્ટ કર્યો હતો. મેં વિરોધ કર્યો અને ડિવિઝન કરાવ્યું. સ્પીકર સાહેબ ઓમ બિરલાએ મને કહ્યું કે તમે બે જ સાંસદ છો અને એમેન્ડેમેન્ટ મ્રુવ કરશો? મેં કહ્યું- સાહેબ, અલ્લાહ મારી સાથે છે. એજ રીતે વર્ષ 2008-2009માં ચિદમ્બરમ પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ (POTA) હટાવીને UAPA લાવ્યા હતા.એ વખતે મેં યુપીએ સરકારને સમર્થન આપ્યું હતું, છતાં આ બિલની વિરુદ્ધમાં બોલ્યો હતો અને વોટ આપ્યો હતો. મારું એ વખતનું ભાષણ તમે સાંભળી શકો છો. જેમાં મેં કહ્યું હતું કે આનો નિર્દોષ લોકો સામે યુઝ થઈ શકે છે.આજે સુપ્રીમ કોર્ટેમાંથી જે બે છાકરાઓને જામીન નથી મળતા. તેમણે એ જ વ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો હતો જેનો હું વિરોધ કરતો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં AIMIMના કુલ 539 ઉમેદવાર ચૂંટણી લડશે. 48 વોર્ડમાંથી 12 વોર્ડમાં ઉમેદવારો ઊભા રખાશે AIMIM પાર્ટીના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી ગઈકાલે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. આજે ગુજરાતના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ સાંજે જાહેર સભાને સંબોધન કરવાના છે. AIMIM પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડમાંથી 12 વોર્ડ જેમાં જમાલપુર, શાહપુર, દરીયાપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, લાંભા, મકતમપુરા, વેજલપુર, સરખેજ, ગોમતીપુર અને વટવા વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. AIMIM પાર્ટીમાં બે ઉમેદવારો અત્યારે નક્કી કરી દેવામાં આવ્યા છે જેમાં જમાલપુરમાંથી અફસાના બાનુ ચીસ્તી અને મકતમપુરા વોર્ડમાંથી ઝૈનબબીબીને ફરીથી ટિકિટ મળી શકે છે, જ્યારે જમાલપુર વોર્ડમાંથી જીત મેળવી કોર્પોરેટર બનેલા મોહમ્મદ રફીકભાઈ હવે પાર્ટીમાં નિષ્ક્રિય છે. તેમની જમાલપુર લડવાની ઈચ્છા છે, પરંતુ અનામત રોટેશનના કારણે તેઓ લડી શકતા ન હોવાના કારણે ત્યાંથી તેમને ટિકિટ મળશે નહીં. જ્યારે મુસ્તાક ખાદીવાલાએ AIMIM પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જેથી જમાલપુર વોર્ડમાંથી ફરીથી તેઓ ચૂંટણી લડશે નહીં જ્યારે બીનાબેન ચૌહાણને પણ ટિકિટ આપવાની નથી.
Read Original Article →