ટ્રેલર પાછળ પિકઅપ ડાલુ ઘૂસી ગયું, ડ્રાઇવર ફસાયો:ફાયરબ્રિગેડે દરવાજો કાપીને ચાલકને બહાર કાઢ્યો, અસલાલી હાઈવે પર બારેજા બ્રિજ પાસે અકસ્માત
અમદાવાદના અસલાલી હાઈવે પર બારેજા બ્રિજ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલરની પાછળ પીકઅપ ડાલુ ઘૂસી ગઈ હતી. જેના કારણે ડ્રાઇવર વચ્ચે ફસાઈ ગયો હતો. અસલાલી ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને પતરા દરવાજો તેમજ સ્ટીયરીંગ કાપી ભારે જહેમત બાદ ડ્રાઇવરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ટામેટા ભરેલું પિકઅપ ડાલુ ટ્રેલર પાછળ ઘૂસી ગયું
અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં મોડી રાત્રે બે વાગ્યાની આજુબાજુ મેસેજ મળ્યો હતો કે અસલાલી હાઈવે પર બારેજા બ્રિજ ઉતરતા ગોકુલ કાઠીયાવાડી હોટલ પાસે અકસ્માત સર્જાયો છે અને ડ્રાઇવર ફસાઈ ગયો છે. જેથી તાત્કાલિક ધોરણે અસલાલી ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. અસલાલી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર મહેન્દ્ર કલાલ અને મહર્ષિ દાન ગઢવી સહિત તેમની રેસ્ક્યુ ટીમ સ્થળ પર જવા રવાના થઈ હતી.અસલાલી બ્રિજ ઉતરતા રોડની સાઈડમાં એક ટ્રેલર ઉભું હતું જેની પાછળ ટામેટા ભરેલી પીક અપ ડાલુના ચાલકે ટક્કર મારતાં ઘૂસી ગયું હતું. પીકપ ડાલુનો આગળનો આખો ભાગ અને ડ્રાઇવર ટ્રેલરના પાછળના ભાગે ફસાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે પતરા દરવાજો કાપીને ચાલકને બહાર કાઢ્યો
ફાયર સ્ટેશનની ટીમ દ્વારા રેસ્ક્યુના સાધનો વડે સૌપ્રથમ દરવાજો કાપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્ટેયરીંગ તેમજ આગળનો થોડો ભાગ કાપી નાખવામાં આવ્યો હતો. જે બાદ ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ડ્રાઇવર ટમેટા ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે જતા આ અકસ્માત સર્જાયો હતો. જીવરાજ પાર્ક વિસ્તારમાં બંધ ફલેટમાં આગ લાગી
બીજા એક અન્ય બનાવમાં અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા સહજાનંદ ફ્લેટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. બીજા માળ ઉપર આવેલા મકાનમાં આગ લાગવાની જાહેરાત થતા ફાયર બ્રિગેડ ની બે ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. બંધ મકાન હતું અને કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી.
Read Original Article →