વર્ષ પછી અમૂલે દૂધના ભાવમાં લિટરે રૂ.2 વધાર્યા, આવતીકાલથી લાગુ:ભેંસના દૂધમાં પ્રતિ લિટર રૂ.4નો વધારો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પહેલા જ મોંઘવારીનો ડામ

Gujarat5/13/2026, 1:20:26 PM
વર્ષ પછી અમૂલે દૂધના ભાવમાં લિટરે રૂ.2 વધાર્યા, આવતીકાલથી લાગુ:ભેંસના દૂધમાં પ્રતિ લિટર રૂ.4નો વધારો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પહેલા જ મોંઘવારીનો ડામ
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની શક્યતાઓ વચ્ચે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલે લિટરે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી લાગુ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 1 મે, 2025ના રોજ અમૂલે લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની યાદી પ્રમાણે અમૂલ દૂધના મુખ્ય વેરિએન્ટ/પેકમાં પ્રતિ લિટર રૂપિયા 2/- નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ 14 મે 2026થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે. મુખ્ય વિગતો:આ ભાવ વધારો મહત્તમ વેચાણ કિંમતમાં 2.5% થી 3.5% નો વધારો સૂચવે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે. કેમ કર્યો ભાવ વધારો? અમૂલ દૂધના ભાવમાં મે-2025 બાદ અત્યાર સુધી કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. વધારો કરવાનું મુખ્ય કારણ પશુ આહાર, પેકેજિંગ અને બળતણ જેવા ઈનપુટ ખર્ચમાં થયેલો નોંધપાત્ર વધારો છે. અમૂલ તેના સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી મેળવેલા દર 1 રૂપિાયામાંથી 80 પૈસા (80%) સીધા દૂધ ઉત્પાદકોને પરત આપે છે. મે-2025માં લિટરે રૂ.2 વધાર્યા હતા આ પહેલાં 1 મે, 2025 ગુજરાત અને અન્ય રાજ્યોમાં અમૂલના તમામ પ્રકારના દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનોનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન 2024માં લિટરે 2 રૂપિયા વધાર્યા હતા 4 જૂન-2024ના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના ત્રણ દિવસ પહેલાં જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે 2 રૂપિયા વધાર્યા હતા. જ્યારે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી, 2024માં લિટરે 2 રૂપિયાનો ધટાડો કર્યો હતો અમૂલ ડેરી દ્વારા અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં 24 જાન્યુઆરીના ઘટાડો કરાયો હતો. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો 24 જાન્યુઆરીથી લાગુ કરાયો હતો.
Read Original Article →