પગાર અને હાજરી મુદ્દે AMTSના કોન્ટ્રાકટરના ડ્રાઇવરોની હડતાલ:BRTS બસો ચલાવવા માટે મુકાયેલા AMTSના ખાનગી કોન્ટ્રાકટર કંપનીના ડ્રાઇવરો હડતાલમાં સમાધાન બાદ ફરી કામે લાગ્યા
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની ખાનગી કોન્ટ્રાક્ટર કંપનીના 90 જેટલા ડ્રાઇવરો હડતાલ પર ઉતર્યા હતા. મેમકો ખાતે આવેલા BRTS ડેપો ખાતે ડ્રાઇવરો હડતાલ પર ઉતરી ગયા હતા. ડ્રાઇવરો દ્વારા પગાર વધારા સહિતની માગણીઓ કરવામાં આવી હતી. જેના પગલે સવારથી બપોરે 12 વાગ્યા સુધી બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર રહ્યા હતાં. જેના કારણે થઈને બીઆરટીએસ બસની સેવા ને અંશતઃ અસર થઈ હતી. 50 જેટલી બીઆરટીએસ બસો સવારે દોડી ન હતી. ત્રણ કલાક સુધી ખાનગી કોન્ટ્રાક્ટની કંપની અને ડ્રાઇવરો વચ્ચે વાટાઘાટ બાદ બસો ફરી શરૂ થઈ હતી 90 જેટલા ડ્રાઇવરો ઉતર્યા હતા
મળતી માહિતી મુજબ, AMTSની 100 જેટલી ખાનગી કોન્ટ્રાક્ટની બસો BRTSમાં ચલાવવા માટે આપવામાં આવી છે. ખાનગી કોન્ટ્રાક્ટર કંપની માતેશ્વરી કંપનીની 200 આપવામાં આવી હતી, ત્યારે અંદાજે 90 જેટલા ડ્રાઇવરો સવારથી હડતાલ ઉપર ઉતરી ગયા હતા જેના કારણે થઈને 50થી વધારે બસો રોડ પર દોડી નહોતી. નિયમોમાં ફેરફારની માગ કરી
અલગ અલગ રૂટ ઉપરની બસોની સેવાને અંશતઃ અસર થઈ હતી. ડ્રાઇવરોનો આક્ષેપ હતો કે બસ બ્રેકડાઉન થાય તો હાજરી કાપવામાં આવે છે. હાજરી ન મળતાં માસિક પગારમાં ઘટાડો થાય છે. ડ્રાઇવરો દ્વારા તાત્કાલિક નિયમોમાં ફેરફારની માંગ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યા બાદ બસો રોડ ઉપર દોડવા લાગી
ડ્રાઇવરો હડતાલ પર ઉતરી ગયા હોવાને કારણે બીઆરટીએસ સેવાને અંશતઃ અસર થઈ હતી. કંપની અને ડ્રાઇવરો વચ્ચે સમાધાન માટે AMTS દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા અને કંપનીના માણસોને બોલાવી તાત્કાલિક ધોરણે વાતચીત કરવામાં આવી હતી. કંપની દ્વારા ડ્રાઇવરોની માંગને લઈને વાતચીત કરતા ડ્રાઇવરો ફરીથી કામ ઉપર લાગી ગયા હતા અને બપોરે 12 વાગ્યા બાદ બસો રોડ ઉપર દોડવા લાગી હતી.
Read Original Article →