અનંત અંબાણીના જન્મદિવસે જગન્નાથજી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના:મંદિર પરિસરમાં બનાવાઈ 28 ફૂટની રંગોળી, ગજરાજને વિશેષ પ્રસાદ અને ભંડારાનું આયોજન કરાયું
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના જન્મદિવસની આજે 9 એપ્રિલે અમદાવાદના જગન્નાથજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિવાર ભગવાન જગન્નાથજીના ચરણોમાં પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી. એ સાથે જ મંદિર પરિસરમાં અનંત અંબાણીની રંગોળી પણ બનાવવામાં આવી હતી. ગજરાજની વિશેષ પૂજા કરવામાં આવી
સવારે 10 વાગ્યાથી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં મંદિરમાં વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. અનંત અંબાણીના દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે ગજરાજનું વિશેષ પૂજન અને ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મહાવતને જીવન જરૂરીયાતની વસ્તુઓ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાધુ-સંતો માટે પ્રસાદ અને વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત અંબાણી સતત દેશ અને પરિવારનું ગૌરવ વધારતા રહે તેવી મનોકામના કરવામાં આવી હતી. વિશેષ પૂજા, અર્ચના અને ભંડારાનું આયોજન
આ અંગે દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં, એમની આ પવિત્ર ભૂમિમાં, આજે અનંતભાઈના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઠાકોરજીને વિશિષ્ટ પૂજા, અર્ચના, ભોગ અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અનંતભાઈને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. ધર્મ, રાષ્ટ્ર અને સમાજ સાથે જોડાઈને સેવા અને સ્મરણ કરવાની પરમાત્મા એમને શક્તિ આપે એવી મંગલકામના અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરુપે વિશેષ રંગોળી પણ બનાવવામાં આવી છે. અનેક કારીગરો દ્વારા આખી રાત આ રંગોળી બનાવવામાં આવી છે. જેમાં અનંત અંબાણી પોતે ગજરાજ જોડે હોય તેવી રંગોળી બનાવવામાં આવી હતી. 'રંગોળી બનાવવામાં 12 કલાક લાગ્યા'
રંગોળી બનાવનાર રાહુલ સ્વામીએ જણાવ્યું હતું કે, મે 12થી 13 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. મને મંદિરમાંથી ફોન આવ્યો કે એક ભવ્ય રંગોળી બનાવવાની છે. ત્યારબાદ હું અહીં આવીને ગઈકાલ રાત્રે 9 વાગ્યે રંગોળી બનાવવાની શરૂઆત કરી હતી અને સવારે 9:30 વાગ્યા આસપાસ રંગોળી બનાવી હતી. 10થી 12 કલાકમાં મે રંગોળી બનાવી. 60થી 70 કિલો મે આમાં કલર પૂર્યાં છે. આજે જગન્નાથજીના મંદિરમાં અનેક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. નજીકની શાળાના બાળકો પણ આજે ગજરાજના દર્શન કરવા પહોંચ્યા હતા. 12 ગજરાજને પ્રસાદ ધરવામાં આવ્યો હતો.
Read Original Article →