અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઈટમાંથી 2 કરોડના સોનાની ચોરી:આકાશા એરલાઈન્સનો જ સિક્યુરિટી અને ક્લિનિંગ ઇન્ચાર્જ માસ્ટરમાઇન્ડ, કાર્ગોમાંથી પાર્સલ ગાયબ કરી સાગરીત સુધી પહોંચાડ્યું
અમદાવાદથી બેંગ્લોર જતી આકાશા એરલાઇનની ફ્લાઇટમાંથી રૂ. 2.58 કરોડના સોનાના પાર્સલ ચોરી થવાના મામલે એરપોર્ટ પોલીસે એરલાઇન્સના સિક્યુરિટી ઇન્ચાર્જ અને કર્મચારીઓ સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરીને 69 લાખની રોકડ અને 1.08 કરોડની કિંમતનું સોનું જપ્ત કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આરોપીઓની પુછપરછમાં આકાશા એરલાઇનના સિક્યુરિટી ઇન્ચાર્જ અને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા કર્મચારીઓએ કાવતરું ઘડીને ચોરી કરવાનો પ્લાન કર્યો હતો. માર્ચ મહિનામાં પણ ચોરી કરવાનો પ્લાન કર્યો હતો. જો કે તેમાં નિષ્ફળ ગયા બાદ ફરીથી કરતા તેઓ સફળ થયા હતા, પરંતુ એરપોર્ટ પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. કાર્ગોમાંથી સોનાનું પાર્સલ લઈ સાગરીત સુધી પહોંચાડ્યું
ઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે, આકાશા એરનો સિક્યોરીટી ઇન્ચાર્જ ઝૈદ અંસારી, એરલાઇનનો ક્લિનિંગ ઇન્ચાર્જ રોશન પટેલ અને જૂનાગઢનો સુલતાન સમા સમગ્ર ચોરી કરવાના કૌભાંડના માસ્ટરમાઇન્ડ હતા. પ્રવાસી તરીકે અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં જ ટિકિટ બુક કરી હતી અને પ્રવાસીની ટોલી જે ખાલી હોય છે તેમાં કાર્ગોમાંથી જ્યારે સાત પાર્સલ લાવવામાં આવ્યા ત્યારે લોડર જયેશ પરમારની ટ્રોલીમાં સોનાનું પાર્સલ મુકી દીધું હતું. પેસેન્જર તરીકે આવનાર સાલેમંહમંદ અંસારી સુધી પહોંચતુ કરી દીધું હતું. સોનું એરપોર્ટ બહાર લાવી અમદાવાદ પરત ફર્યા
બેંગલોર ફ્લાઇટ પહોંચી ત્યારે સોનું એરપોર્ટની બહાર લાવીને અમદાવાદ આવી ગયા હતા. ત્યારબાદ આ સોનાને પ્રોસેસ કરીને 100થી 150 ગ્રામના અલગ અલગ બ્રાસ કરી દેવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં ઝૈદ અંસારી, રોશન પટેલ, કુલદીપ પટેલ, સાલેહ મંહમંદ અંસારી, રવિકાંત બગીયા, સોનું ખરીદનાર કિરણ પવાર અને શંકર મરાઠીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ત્રણ વાર સોનાની ચોરીનું કાવતરુ ઘડ્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આરોપીઓએ આ માર્ચ મહિનામાં પણ એરપોર્ટના હાઇ સિક્યોરીટી ઝોનમાં ત્રણ વાર સોનાની ચોરી કરવાનું કાવતરુ ઘડયું હતું. જોકે ત્યારે ખૂબ વધારે સંખ્યામાં સ્ટાફ અને લોડર હોવાના કારણે તેઓ સફળ થયા નહોતા. સોના વેચાણમાંથી સૌથી મોટો હિસ્સો ઝૈદ અંસારીને આપવાનું નક્કી કરાયું હતું. પોલીસે તમામ આરોપીઓ પાસેથી એક લાખથી લઈને ત્રણ લાખ અને સૌથી વધારે ઝૈદ અન્સારી પાસેથી મુદ્દા માલ કબજે કર્યો છે. આ અંગે એરપોર્ટ પોલીસે વધુ મુદ્દામાલ રીવકવર કરવા તપાસ શરૂ કરી હતી.
Read Original Article →