અમદાવાદમાં યુવકનો જાહેરમાં હાથની નસ કાપી આપઘાત:કાચના ટૂકડાથી હાથ પર કાપો માર્યો, ચારેબાજુ લોહી જ લોહી, ઘટનાસ્થળે જ મોત

Gujarat5/25/2026, 7:26:18 AM
અમદાવાદમાં યુવકનો જાહેરમાં હાથની નસ કાપી આપઘાત:કાચના ટૂકડાથી હાથ પર કાપો માર્યો, ચારેબાજુ લોહી જ લોહી, ઘટનાસ્થળે જ મોત
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ વન્ડર પોઇન્ટની પાછળ એક 34 વર્ષીય યુવકે જાહેરમાં હાથની નસ કાપીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મોડીરાત્રે કાચના ટુકડાથી હાથની નસ કાપી રામોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.ડી. મોરીએ ઘટના અંગે સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું કે, મૃતકની ઓળખ ઘનશ્યામભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે અને તેઓ અપરિણિત હતા. પ્રાથમિક તપાસ અનુસાર, ઘનશ્યામભાઈએ મોડી રાત્રે વન્ડર પોઇન્ટ પાછળ જાહેરમાં કાચના એક તીક્ષ્ણ ટુકડા વડે પોતાના જમણા હાથની નસ કાપી નાખી હતી, જેના કારણે ભારે રક્તસ્ત્રાવ થતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળેથી લોક થયેલો મોબાઈલ અને પાકીટ મળ્યા બીજા દિવસે સવારે સ્થાનિક લોકોએ વન્ડર પોઇન્ટ પાછળ લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ પડેલી જોતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં મૃતકના શવ પાસેથી તેનો મોબાઈલ ફોન અને પાકીટ મળી આવ્યા છે. પોલીસને આત્મહત્યા માટે વપરાયેલો કાચનો ટુકડો પણ નજીકમાંથી જ મળી આવ્યો છે. આત્મહત્યાનું કારણ અકબંધ, ફોનની તપાસ કરાશે પોલીસના જણાવ્યા અનુસાર, હાલ મૃતક યુવકનો મોબાઈલ ફોન 'લોક' હોવાથી તેની કોલ ડિટેલ્સ કે અન્ય વિગતો જાણી શકાઈ નથી. યુવકે આ પ્રકારનું અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. રામોલ પોલીસે હાલ આત્મહત્યાનો ગુનો નોંધી, યુવકના મોબાઈલને અનલોક કરવા તથા કારણ શોધવા માટે પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ સહિતની આગળની સઘન તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો 18 મે, 2026: એપાર્ટેમેન્ટના 8માં માળેથી મહિલાએ ઝંપલાવ્યું, સુસાઈડ નોટમાં લખ્યું-'માારા મોત માટે પતિ-પરિવાર જવાબદાર નથી' અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા શુભદર્શન એપાર્ટેમેન્ટના આઠમા માળેથી ઝંપલાવી એક મહિલાએ 18 મેના રોજ આત્મહત્યા કરી લીધો હતો. મૃતક મહિલા સેટેલાઈટ વિસ્તારમાં આવેલી શરણમ-7 સોસાયટીમાં રહેતા હતા, પરંતુ અન્ય સોસાયટીમાં જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં પોતાના મોત માટે તેમના પતિ કે પરિવાર જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....
Read Original Article →