ઇન્કમટેક્સ પાસે સગીરના કપડાં ઉતરાવી રોડ પર દોડાવ્યો:બે મહિના અગાઉ યુવકના કપડા કાઢીને પટ્ટા-લાકડીથી માર્યો હતો, ભોગનનારે મિત્રો સાથે મળી બદલો લીધો

Gujarat6/9/2026, 7:50:34 AM
ઇન્કમટેક્સ પાસે સગીરના કપડાં ઉતરાવી રોડ પર દોડાવ્યો:બે મહિના અગાઉ યુવકના કપડા કાઢીને પટ્ટા-લાકડીથી માર્યો હતો, ભોગનનારે મિત્રો સાથે મળી બદલો લીધો
અમદાવાદમાં નાની વયના યુવકો અને સગીર વચ્ચે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 2 મહિના અગાઉ એક યુવકને સગીર સહિત કેટલાક લોકોએ જાહેરમાં કપડા કાઢીને દંડા અને બેલ્ટ વડે બેફામ ફટકાર્યો હતો. જેની અદાવતમાં યુવકે તેના મિત્રો સાથે મળીને સગીરને માર મારીને કપડા કઢાવીને ઇન્કમટેક્સ પાસે જાહેર રોડ પર દોડાવ્યો હતો. આ અંગે વાડજ પોલીસે ફરિયાદ નોંધી બે આરોપીની અટકાયત કરી છે. પટ્ટા-લાકડીથી માર માર્યોનો વીડિયો પણ સામે આવ્યો શહેરના દુધેશ્વર પાસે બે મહિના અગાઉ મોહિત નામના યુવકને સગીર સહિત કેટલાક શખ્સોએ કપડા કાઢીને મારમાર્યો હતો. શર્ટ-પેન્ટ કાઢી મોહિતને બેસાડીને માફી મંગાવી હતી. મોહિતના દંડા અને પટ્ટા વડે મારતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે આ અંગે અગાઉ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોંતી. સગીરને લગ્ન દોડાવી પીછો કરી ફટકાર્યો, બેની અટકાયત આ અદાવતને લઈને મોહિતે તેને મારમારનાર વ્યક્તિઓ પૈકી એક સગીરને ઇન્કમટેક્સ પાસે ઊભો રાખ્યો હતો. પાન પાર્લર પાસે મોહિત અને તેના ચાર મિત્રએ સગીરને માર મારીને કપડા કઢાવ્યાં હતા. સગીરને નગ્ન હાલતમાં જીવ બચાવવા દોડ્યો તો પાંચેય લોકોએ પીછો કરીને માર્યો હતો. આસપાસના લોકો આવતા પાંચેય ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે સગીરના પિતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં પાંચેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે બે લોકોની અટકાયત કરી છે.
Read Original Article →