મહિલા સાથે રોકાણના નામે ઠગાઈ:સ્ટોક માર્કેટમાં 200 ટકા રિટર્ન મેળવવાની લાલચે મહિલાએ 55 લાખ ગુમાવ્યા

Gujarat4/4/2026, 3:39:31 PM
મહિલા સાથે રોકાણના નામે ઠગાઈ:સ્ટોક માર્કેટમાં 200 ટકા રિટર્ન મેળવવાની લાલચે મહિલાએ 55 લાખ ગુમાવ્યા
અમદાવાદની યુવતી સાથે સાયબર ગઠિયાઓએ સ્ટોક ઇન્વેટમેન્ટમાં મહિને 200 ટકા રિટર્ન આપવાની લાલચે લાખોની ઠગાઈ કરી છે. યુવતીએ લાલચમાં આવીને રોકાણ કરતા 55.46 લાખ ગુમાવ્યા છે. આ અંગે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાને મહિને 200 ટકા રિટર્ન મળશેની લાલચ આપતો મેસેજ આવ્યો મૂળ ભાવનગરની 39 વર્ષીય મહિલા મકરબામાં રહે છે. આ મહિલા અગાઉ એક કંપનીમાં આઇટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી હતી. બે માસ પહેલા તેને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી મહિને 200 ટકા રિટર્ન મળશે તેવી લાલચ આપતો મેસેજ આવ્યો હતો. જે બાદ તેને એક વોટ્સએપ ગ્રૂપમાં એડ કરવામાં આવી હતી. જે બાદ મહિલાના નામનું માર્ક સિક્યોરીટીઝ નામની ટ્રેડિંગ એપ્લિકેશનમાં આઇડી બન્યુ હતું. જે બાદ મહિલાએ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, જેમાં બે અઠવાડિયા સુધી જુદા જુદા કોન્સેપ્ટના સ્ટોક ફાઇનાન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ભારતીય-અમેરિકન સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવા મહિલાને પ્રોત્સાહિત કરી આ ગ્રૂપમાં રહેલા ગઠિયાએ પોતે પીએચડી થયેલો હોવાનું કહીને પોતાની ઓળખ ડો. રાજીવસિંગ તરીકેની આપીને ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સમાં મદદ કરવાના નામે મહિલા પાસે રિચાર્જ કરાવ્યું હતું. જે બાદ કેટલીક રકમ ડિપોઝિટ કરાવી હતી અને બાદમાં ભારતીય તથા અમેરિકન સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવા મહિલાને પ્રોત્સાહિત કરી હતી. બાદમાં બેલેન્સ વધી ગયુ હોવાથી બીજા ગ્રૂપમાં જોડાઇ જવા પ્રોત્સાહિત કરીને મહિલા સાથે રોકાણ કરાવ્યુ હતું. મહિલાએ 13 દિવસમાં 56 લાખનું રોકાણ કર્યું હતું 50 લાખથી વધુનું રોકાણ જરૂરી હોવાનું કહીને ગઠિયાઓએ જાળ બિછાવી અને મહિલાએ વિવિધ શરતો હેઠળ 13 દિવસમાં 56.46 લાખનું રોકાણ કર્યુ હતું. જોકે, કેટલીક શંકાઓ ઉપજતા મહિલા સાથે સાયબર ફ્રોડ થયુ હોવાની શંકા જતા તેણે આ મામલે સાયબર ક્રાઇમમાં 55.46 લાખના ફ્રોડ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Read Original Article →