વ્યાજખોરનો આતંક:રૂ. 4 લાખની સામે 15 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વેપારીને લાફા મારી મૂડી માગી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વ્યાજખોરોનો આતંકનો કિસ્સો સામે આવ્યો છે. એક વેપારીએ વ્યાજખોર પાસેથી 4.10 લાખ રૂપિયા લીધા હતા, જેની સાથે સામે કુલ 13 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં વ્યાજખોર દ્વારા બીજા 4.10 લાખ રૂપિયાની માંગણી કરીને વેપારીને માર મારીને હેરાન કરવામાં આવતા હતા. વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ ટુકડે-ટુકડે 4.10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા
નારણપુરામાં રહેતા જયેશભાઈ પટેલ સોલરનો ધંધો કરે છે. 2024ના વર્ષના ધંધો વિકસાવવા માટે જયેશભાઈએ બાબુભાઈ દેસાઈનો સંપર્ક કર્યો હતો. બાબુભાઈ દેસાઈએ જયેશભાઈનો સંપર્ક ચેહર ભાઈ ઉર્ફે લાભુભાઈ રબારી સાથે કરાવ્યો હતો. લાભુભાઈએ શરૂઆતમાં જયેશભાઈને 30,000 રૂપિયા 10%ના વ્યાજે આપ્યા હતા. વધુ પૈસાની જરૂર પડતા જયેશભાઈએ 2.50 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયા લીધા હતા. જયેશભાઈએ કુલ 4.10 લાખ રૂપિયા ટુકડે ટુકડે વ્યાજે લીધા હતા, જેની સામે તેમણે કોરા ચેક પણ આપ્યા હતા. જયેશભાઈએ 4.10 લાખ રૂપિયાની સામે વ્યાજ સહિત કુલ 13,00,000ની રકમ ચૂકવી હતી. મારી નાખવાની ધમકી આપી
લાભુભાઈ જયેશભાઈ પાસે અવારનવાર પૈસાની માંગણી કરતા હતા. લાભુભાઈએ જયેશભાઈને નવરંગપુરાના શ્રીજી પાન પાર્લર પાસે બોલાવીને લાફા માર્યા હતા અને બીજા 4.10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ન આપે તો માર મારવાની પણ ધમકી આપી હતી, જેથી જયેશભાઈ કંટાળીને લાભુભાઈ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →