અમદાવાદની VIP કેમ્પસના વિદ્યાર્થીઓએ બોર્ડમાં મેળવી સફળતા:ધોરણ 10 અને 12માં અનેક વિદ્યાર્થીઓએ 99 PRથી વધુ મેળવ્યા.

Gujarat5/14/2026, 7:17:06 AM
અમદાવાદની VIP કેમ્પસના વિદ્યાર્થીઓએ બોર્ડમાં મેળવી સફળતા:ધોરણ 10 અને 12માં અનેક વિદ્યાર્થીઓએ 99 PRથી વધુ મેળવ્યા.
અમદાવાદના નિકોલ ખાતે આવેલી શ્રી બાબુભાઈ પટેલની VIP એજ્યુકેશન કેમ્પસના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. અનેક વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઈલથી વધુ ગુણ મેળવીને શાનદાર સફળતા હાંસલ કરી છે. ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં પ્રાંજલ પટેલ અને ક્રિશા મકવાણાએ 99.56 PR, પ્રિયા પંચાલે 99.28 PR, વિશ્વ વેકરિયાએ 99.20 PR, યશ્વી રાઠોડે 99.02 PR, ભવ્ય પટેલે 98.50 PR, ખુશાલી હડિયાએ 98.27 PR, અનુષ્કા પંચાલે 96.22 PR, કેની મેકવાને 96.06 PR અને સંજના પ્રજાપતિએ 95.74 PR મેળવ્યા હતા. ધોરણ 12 સાયન્સમાં શિવાંગી ભોજાણીએ 95.14 PR, યશ્વી સુધારે 91.64 PR અને લક્ષ પટેલે 90.56 PR મેળવ્યા હતા. જ્યારે ધોરણ 12 કોમર્સમાં માનસી સોનીગરાએ 98.40 PR, સુષ્મા સુદાણીએ 95.66 PR, અંજલી કનાડિયાએ 93.66 PR અને દ્રષ્ટિ મકવાણાએ 92.28 PR હાંસલ કર્યા હતા. અંગ્રેજી માધ્યમમાં ધોરણ 10માં ઈશા ગજેરા અને કિશ પંચાલે 98.61 PR, અનોખી યાદવે 97.63 PR, પ્રકૃતિ ત્રિવેદીએ 97.49 PR, માહી પટેલ અને તૃષા વર્માએ 97.36 PR, આયુષી જાના અને મૈત્રી પંચાલે 97.23 PR, રેન્સી પટેલે 95.50 PR અને વિશુ ચૌધરીએ 95.10 PR મેળવ્યા હતા. ધોરણ 12 કોમર્સ અંગ્રેજી માધ્યમમાં કશીશ શાહે 99.88 PR, શ્રેયા પટેલે 98.26 PR, અદિતિ મૂરજાનીએ 98.18 PR અને દિશા ભુપ્તાનીએ 95.58 PR મેળવીને શાળાનું નામ રોશન કર્યું હતું. શાળાના ટ્રસ્ટીગણ શ્રી બાબુભાઈ પટેલ, શ્રી વિકાસભાઈ પટેલ તથા હિનલબેન પટેલ ઉપરાંત ગુજરાતી માધ્યમના માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ ડો. પૃથ્વીરાજ આચાર્ય, પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ વનિતા ચેટીઆર અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ લવલેશ ભદોરિયા સાહેબે તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની આ અદભુત સફળતાનો શ્રેય માતા-પિતાના આશીર્વાદ, શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન, નિયમિત અભ્યાસ, પેપર સોલ્વિંગ અને મોક ટેસ્ટની પ્રેક્ટિસને આપ્યો હતો. આ અદભુત સિદ્ધિની ઉજવણી કરવા માટે શાળામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ટોપર્સને ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી. શાળા દ્વારા એક રેલીનું પણ આયોજન કરાયું હતું જેમાં શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ હર્ષોલ્લાસથી જોડાયા હતા. સૌએ સાથે મળીને ડાન્સ કર્યો, ગરબા રમ્યા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. વાલી મિત્રોએ પોતાના બાળકોએ મેળવેલી સિદ્ધિ બદલ શાળા પરિવારની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમનો આભાર માન્યો હતો. શાળાના સંચાલકોએ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
Read Original Article →