AMC કમિશનરે પરિપત્ર કર્યો:પાણી, ડ્રેનેજ, વીજળી, ટેલિકોમ, ગેસ સહિતની યુટિલિટી સર્વિસીસને જલ્દીથી સરખી કરવાની રહેશે

Gujarat4/13/2026, 3:32:39 PM
AMC કમિશનરે પરિપત્ર કર્યો:પાણી, ડ્રેનેજ, વીજળી, ટેલિકોમ, ગેસ સહિતની યુટિલિટી સર્વિસીસને જલ્દીથી સરખી કરવાની રહેશે
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ, જેવી પાયાની સુવિધા તેમજ વીજળી, ટેલિકોમ, ગેસ સહિત કોઈપણ યુટિલિટી સર્વિસીસને નુકસાન ન થાય તે પ્રકારે કાળજી રાખીને કામગીરી કરવા અને જો AMCની યુટિલિટી સર્વિસને નુકસાન થાય તો તેને તાકીદે કોન્ટ્રાકટર દ્વારા પુનઃ સ્થાપિત કરવાની રહેશે. પાણીની લાઈન/ડ્રેનેજ લાઈનના કનેકશન રીપેરીંગની કામગીરી 12 કલાકમાં પૂર્ણ કરવાની રહેશે. જો આ કામગીરીમાં વિલંબ થાય તો પેનલ્ટી કરવામાં આવશે. આ હેતુસર ટેન્ડરમાં શરતોનો સમાવેશ કરવા સૂચના આપવામાં આવી છે. બંછાનિધિ પાનીએ એક સર્ક્યુલર જાહેર કર્યો AMC કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં રોડ પાણી અને ડ્રેનેજ લાઈન અને અન્ય લાઈનોને નુકસાન ન થાય તેને લઈને એક સર્ક્યુલર જાહેર કર્યો છે જેમાં પાણી, ડ્રેનેજ સહિતની યુટિલિટી સર્વિસીસને નુકસાન પહોંચાડરના કોન્ટ્રાક્ટર કે એન્જસી પાસેથી રીઈન્સ્ટેટનો તમામ ખર્ચ વસૂલવાનો રહેશે તેમજ AMC સિવાયની યુટિલિટી સર્વિસીસને નુકસાન થાય તેવા સંજોગોમાં સંબંધિત સર્વિસ એજન્સી સાથે સંકલન કરીને પુનઃ સ્થાપિત કરવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર/એજન્સીએ સહયોગ આપવાનો રહેશે. તમામ વિભાગમાં પ્રાથમિક સુવિધાના તેમજ વિવિધ કામોના ટેન્ડર તૈયાર કરતી વખતે AMCની યુટિલિટી સર્વિસને થયેલા નુકસાનને કોન્ટ્રાકટર દ્વારા તાકીદે પુનઃ સ્થાપિત કરવા અંગેના ક્લોઝનો સમાવેશ કરવાનો રહેશે . કોન્ટ્રાકટર, એજન્સી દ્વારા AMCની યુટિલિટી સર્વિસને નુકસાન થાય કોઈપણ કામગીરી શરૂ કરતાં પહેલાં સંલગ્ન ઝોન/વોર્ડનાં અધિકારીને તથા યુટિલિટી સર્વિસ એજન્સીના પ્રતિનિધિ સાથે સંકલન કરી કામ કરવાના સ્થળ પર હયાત યુટિલિટીની જાણકારી મેળવવાની રહેશે. ચાલુ કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર, એજન્સી દ્વારા AMCની યુટિલિટી સર્વિસને નુકસાન થાય તો તુરંત તે જ દિવસે સંલગ્ન વિભાગ સાથે સંકલન કરી સમય મર્યાદામાં તેને રીપેર કરી તેને મૂળ સ્થિતિમાં લાવવાની રહેશે તેમજ મૂળ સ્થિતિમાં કરવા બાબતે વિલંબ થાય અથવા કામગીરી કરવામાં ન આવે તેવા સંજોગોમાં અમલીકરણ વિભાગ દ્વારા અ.મ્યુ.કો.ની યુટિલિટી સર્વિસને નુકસાન કરનાર કોન્ટ્રાકટર/એજન્સી/ટેન્ડરરના ખર્ચે અને જોખમે અન્ય કોન્ટ્રાકટર/એજન્સી/ટેન્ડરર પાસે તાકીદે રીઇન્સ્ટેટમેન્ટની કામગીરી કરવાની રહેશે અને રીઇન્સ્ટેટમેન્ટના ખર્ચ સંલગ્ન કામના કોન્ટ્રાકટર પાસેથી વસૂલવાની કાર્યવાહી કરવાની રહેશે.
Read Original Article →