અમદાવાદમાં વંચિત બાળકોને ચપ્પલનું વિતરણ કરાયું:સ્વધા સોશિયલ ફાઉન્ડેશન અને સજાગ ગ્રુપે કાર્યક્રમ યોજ્યો
અમદાવાદમાં સ્વધા સોશિયલ ફાઉન્ડેશન અને સજાગ ગ્રુપ દ્વારા વંચિત બાળકો માટે ચપ્પલ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ડૉ. પૌરિક વી. શાહના જન્મદિવસ નિમિત્તે ચાંદખેડા અને ઝુંડાલ વિસ્તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સ્વધા સોશિયલ ફાઉન્ડેશનમાં અભ્યાસ કરતા તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને ચપ્પલનું વિતરણ કરાયું. આ પ્રસંગે બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સ્વધા સોશિયલ ફાઉન્ડેશન ઘણા વર્ષોથી શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સામાજિક વિકાસના ક્ષેત્રમાં વંચિત બાળકો માટે કાર્યરત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સજાગ ગ્રુપ અને અન્ય તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read Original Article →