અમદાવાદ શહેરની એકસાથે 133 શાળાઓને DEOની નોટિસ:ખાતાકીય ઓડિટમાં રિકવરી પેન્ડિંગ હોવાથી અંતિમ નોટિસ અપાઈ, 2.91 કરોડની ચૂકવણી બાકી, DEOની મિલ્કત જપ્ત કરવાની તૈયારી
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શહેરની 133 ગ્રાન્ટેડ શાળાઓને ખાતાકીય ઓડિટ દરમિયાન સામે આવેલી ₹2.91 કરોડની પેન્ડિંગ રિકવરી મુદ્દે અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. વર્ષોથી બાકી રહેલી આ સરકારી રકમની વસૂલાત માટે શાળાઓને ખુલાસો કરવા અથવા ચલણ રજૂ કરવા આદેશ અપાયો છે, અન્યથા કલેક્ટર મારફતે મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. મણિનગરની જય સોમનાથ શાળાની ₹62.55 લાખની રિકવરી બાકી
ખાતાકીય ઓડિટ દરમિયાન જાણવા મળ્યું છે કે, શહેરની 133 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ સરકારી અનુદાન મેળવ્યા બાદ નિયમ મુજબ પરત કરવાની થતી ગ્રાન્ટની રકમ હજુ સુધી જમા કરાવી નથી. કુલ ₹2,91,00,000 જેટલી રકમ સરકારી તિજોરીમાં જમા થવાની બાકી છે. જેમાં સૌથી વધુ મણિનગરની જય સોમનાથ શાળાની ₹62.55 લાખની રિકવરી બાકી છે, જ્યારે આશ્રમ રોડની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલની ₹29.79 લાખની રકમ ચૂકવવાની બાકી છે. આ ઉપરાંત 5 શાળાઓ એવી છે જેમની પાસે ₹12 લાખથી વધુની વસૂલાત બાકી નીકળે છે. 'તમારી મિલકત પર બોજો દાખલ કરાશે'
જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરી ગ્રાન્ટેડ શાળાઓ કે જેમની ખાતાકીય ઓડિટમાં રિકવરી છેલ્લા ઘણા વર્ષથી પેન્ડિંગ હતી તેમને રિકવરી ભરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે અંતિમ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ઘણા વર્ષોથી આ રિકવરી પેન્ડિંગ છે તો તમે ચલણથી ભરી હોય તો ચલણની કોપી અને જો વેવ કરાવી હોય તો તેના આધારે અહીં રજૂ કરવામાં આવે નહિતર આ બાબતે રજૂઆત કરવી હોય તો પણ કરી શકો છો. નહિતર જે બાકી રકમ છે તેને સરકારી બોજો સમજીને તમારી મિલકત જે છે તેમાં બોજો દાખલ કરવા માટે કલેક્ટરને લખવાની ફરજ પડી શકે છે. 'સરકારી અનુદાન ફક્ત પગારનો જ આપવામાં આવતો હોય છે'
નિભાવ ગ્રાન્ટ જ્યારે આપવામાં આવતી હોય છે તે પછી તેને ફી વિકલ્પ સ્વીકાર્યો હોય તેવી મોટા ભાગની શાળાઓ છે. જેમાં સરકારી અનુદાન ફક્ત પગારનો જ આપવામાં આવતો હોય છે, નિભાવ ગ્રાન્ટ આપવામાં આવતી હોતી નથી જેથી રિકવરી કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. જે શાળાઓ નિભાવ ગ્રાન્ટવાળી છે તેમણે અમે ગ્રાન્ટમાંથી કાપ આપીને તેમને ગ્રાન્ટ આપવામાં આવે છે. શાળાઓની 25 લાખથી વધુની રિકવરી બાકી
અંતિમ નોટિસ અપાઈ હોવાનું કહી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જેથી શાળાઓને અંતિમ નોટિસ પણ આપવામાં આવી છે. તેમજ રિકવરી બાબતે તેઓએ અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે, અને તેઓ ભરવાની તૈયારીમાં હોય તો ચલણ ભરીને અહીંયા રજૂ કરી શકે છે. નહિતર ના છૂટકે કલેક્ટરને યાદી સાથે રિકવરી ભરવાની થતી હોય તે મોકલી આપવાની ફરજ પડી શકે છે. ઘણી બધી શાળાઓની રિકવરી બાકી છે. જેમાં શાળાઓ એવી છે કે જેની એક લાખથી વધુ તો ઘણી શાળાઓની 25 લાખથી પણ વધુની રિકવરી બાકી છે. તો ખાસ કરીને આ બાબતે અમે તેમને જણાવ્યું છે કે તેમજ રૂબરૂ બોલાવીને તેમની પાસે જવાબ માંગવામાં આવ્યો છે.
Read Original Article →