નવા શૈક્ષણિક સત્ર સાથે વાલીઓ પર તોળાતો ભાવ વધારો:સ્કૂલ રિક્ષા-વાનના ભાડામાં વધારો નક્કી, સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં કેટલા ટકા ભાવ વધારો કરવો તેને લઈને નિર્ણય લેવાશે

Gujarat6/8/2026, 4:37:15 AM
નવા શૈક્ષણિક સત્ર સાથે વાલીઓ પર તોળાતો ભાવ વધારો:સ્કૂલ રિક્ષા-વાનના ભાડામાં વધારો નક્કી, સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં કેટલા ટકા ભાવ વધારો કરવો તેને લઈને નિર્ણય લેવાશે
સ્કૂલો શરૂ થતાની સાથે જ વાલીઓએ વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે CNGના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેથી, CNGના ભાવ વધારાની અસર સ્કૂલ વર્ધી એસોસિએશન પર થઈ રહી છે. જેથી, CNGના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન ભાવ વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. CNGના ભાવમાં સતત વધારો થતા આજે સાંજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સ્કૂલ વર્ધીના ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈને નિર્ણય કરવામાં આવશે. CNGના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ ભાવની સાથે સાથે CNGના ભાવમાં પણ વધારો થતા હવે CNG નો ભાવ પણ પેટ્રોલ અને ડીઝલની સમક્ષક પહોંચી ગયો છે. જેથી, CNGના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જે પ્રમાણે CNGનો ભાવ પહોંચી ગયો છે એવી સ્થિતિમાં હાલના ભાડા દર પર વાન અને રિક્ષા ચલાવવી મુશ્કેલ બની રહી છે. જોકે, સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં દર ત્રણ વર્ષે વધારો કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2024માં સ્કૂલ વર્ધીના ભાડામાં 200 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. જેથી વાલીઓ પર બોઝ ન પડે તે માટે 2027માં ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2024માં કરેલા ભાડામાં વધારા બાદ અંદાજે 12 રૂપિયા જેટલો CNGના ભાવમાં વધારો થઈ ગયો છે. 11 જૂન 2024ના ભાડામાં વધારો કરાયો ત્યારે CNG નો ભાવ 76 રૂપિયા હતો, જે અત્યારે વધીને 88 રૂપિયા પહોંચી ગયો છે. ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈને આજે સાંજે નિર્ણય લેવામાં આવશે જેથી અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સાંજે બેઠક બોલાવવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરના સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. જેમાં વધતા જતા CNGના ભાવ વધારાને લઈને ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈને નિર્ણય લેવામાં આવશે. ભાડામાં વધારો કરવો તે નક્કી છે પરંતુ કેટલા ટકા ભાડામાં વધારો કરવો તેને લઈને બેઠકમાં નિર્ણય કર્યા બાદ જાહેરાત કરવામાં આવશે. જેથી યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં ભાવ વધારા બાદ હવે વાલીઓના માથે સ્કૂલ વર્ધીના ભાડાનો પણ બોઝ સહન કરવો પડશે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આજે બપોરે ચાર વાગ્યે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સ્કૂલ વર્ધીના ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈને નિર્ણય લેવામાં આવશે. જેથી બેઠક બાદ કેટલો ભાડામાં વધારો કરાયો તેની જાહેરાત કરવામાં આવશે. છેલ્લા 2024માં ભાડામાં વધારો થયો ત્યારે CNG નો ભાવ 76 રૂપિયા જે અત્યારે 88 રૂપિયા પહોંચી ગયા છે. ત્રણ વર્ષ સુધી ભાડામાં વધારો ન કરવો એવું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ વધતા જતા ભાવ વધારાના કારણે વધારો કરવો પડી શકે છે. તેમજ અત્યારે દરેક વસ્તુઓની ભાવ વધી રહ્યો છે. નવો ભાડામાં વધારો સાંજે જાહેર કરવામાં આવશે.
Read Original Article →