મેમનગર તળાવની બાજુના આનંદ પાર્કમાં 6 આરોપીઓ સટ્ટો રમતા ઝડપાયા:મોટા ગજાના બુકીઓએ મેચની આઈડી યુવકોને આપી હતી

Gujarat4/4/2026, 3:11:20 PM
મેમનગર તળાવની બાજુના આનંદ પાર્કમાં 6 આરોપીઓ સટ્ટો રમતા ઝડપાયા:મોટા ગજાના બુકીઓએ મેચની આઈડી યુવકોને આપી હતી
અમદાવાદના મેમનગર તળાવ પાસે આવેલા આનંદ પાર્કમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને ક્રિકેટ સટ્ટો રમી રહેલા 6 શખસની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, મોટા ગજાના બુકીઓએ આ યુવકોને મેચની આઈડી આપી હતી, જેના આધારે તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી સટ્ટાના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મેમનગરમાંથી ક્રિકેટ સટ્ટો રમતાં 6 શખસ ઝડપાયા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઇ એસ.જે જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, મેમનગર તળાવની બાજુમાં આવેલા આનંદ પાર્ક એપાર્ટમેન્ટના મકાન નંબર ડી/2માં કપિલ ઉર્ફે ચિરાગ અને અભય ઠક્કર કેટલાક સાગરીતોને ભેગા કરીને આઈપીએલ પર જુગાર રમાડી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા હતા અને 6 યુવકો બેઠા હતા. તમામ યુવકો પાસે સંખ્યાબંધ મોબાઈલ હતા. તમામના હાથમાં રહેલા મોબાઈલ ચાલુ હતા. ક્રાઈમ બ્રાંચે કપીલ ઉર્ફે ચિરાગ ઠક્કર, અભય ઠક્કર, યશ અખાણી, મીત જયસ્વાલ, ધ્રુવ ઠક્કરની ધરપકડ કરી છે. આ લોકો પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી ખરીદી હતી ચિરાગ પાસેથી ક્રાઈમ બ્રાંચે ચાર મોબાઈલ જપ્ત કર્યા છે. જ્યારે અભય પાસેથી પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. યશ પાસેથી બે મોબાઈલ ફોન, મીત પાસેથી ત્રણ મોબાઈલ અને કલ્પેશ અને ધ્રુવ પાસેથી એક એક મોબાઈલ જપ્ત કર્યો છે. ગઈકાલે ચેન્નાઈ સુપરકીંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતા હતા. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યુ હતું કે, સાયન્સ સીટીમાં રહેતા કિશન ઠક્કર, પાટણમાં રહેતા રોનક ઠક્કરસ, દિપક ઠક્કરસ, આકાશ લાલવાણી, કિશન ઠક્કર, જીતુ, ઝમકુ પાસેથી આઈડી ખરીદી હતી. ક્રાઈમ બ્રાંચે સટ્ટોડીયા અને બુકીની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. ક્રાઈમ બ્રાંચે કુલ 13 આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. બીજા બનાવમાં ગોટીલા ગાર્ડન પાસેથી સટ્ટો રમતા એક યુવક ઝડપાયો આ સિવાય બોડકદેવ પોલીસે પણ સિંધુભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન પાસેથી સટ્ટો રમતા એક યુવકની ધરપકડ કરી છે. ગઈકાલે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક યુવક કાર લઈને આવી રહ્યો હતો. પોલીસ કાર રોકીને ચેંકીગ કરી રહ્યા હતા ત્યારે સામે આવ્યુ હતું એક યુવક મોબાઈલમાં આઈપીએલ પર સટ્ટો રમી રહ્યો હતો. બોડકદેવ પોલીસે દુશ્યંત શર્માની ધરપકડ કરી છે. ગઈકાલની આઈપીએલ પર સટ્ટો રમી રહ્યો હતો.
Read Original Article →