'ક્રાઈમબ્રાન્ચે કશું ખવડાવતા બેભાન થઈ, હોશમાં આવતા કપડા અસ્તવ્યસ્ત હતા':BF સાથે રહેવા દાગીના ચોરનાર સેલ્સગર્લ HC પહોંચી, સરકારી વકીલે કહ્યું 'આ પાછળથી ઘડાયેલી વાર્તા'
અમદાવાદના નિકોલ વિસ્તારમાં 1.66 કરોડના ઘરેણા ચોરીના કેસમાં આરોપી મહિલા સેલ્સગર્લ દ્વારા અમદાવાદ ક્રાઈમબ્રાંચ ઉપર ગંભીર આક્ષેપ કરતા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેને આક્ષેપ કર્યો છે કે, તેને ક્રાઇમબ્રાન્ચે માણેકચોકથી નહીં, પરંતુ દિલ્હીની હોટલમાંથી ઝડપી છે. ત્યારે ક્રાઇમબ્રાંચ પાસે કોઈ મહિલા પોલીસ નહોતી. તેનો સોનાનો દોરો અને કેટલીક રોકડ પણ પોલીસે લઈ લીધી હતી. 'પોલીસે કંઈક ખવડાતા બેભાન થઈ હતી'
તેને કાળી સ્કોર્પિયોમાં દિલ્હીથી લઈ જવાઈ હતી. જ્યાં દિલ્હી-જયપુર હાઈવે ઉપર ક્રાઈમબ્રાંચે તેને કંઈક ખવડાવ્યું હતું. ત્યારે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે હોંશમાં આવી ત્યારે તેના કપડા અસ્તવ્યસ્ત હતા. ત્યાંથી તેને અમદાવાદ DCB ઓફિસે લઈ જવામાં આવી હતી. તેને મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપરોક્ત બાબતે ફરિયાદ કરતી અરજી કરી હતી, પરંતુ આ અરજી નકારી નાખવામાં આવી છે. 22 મેએ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી:સરકારી વકીલ
સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, તેને સૌ પ્રથમ રીમાન્ડ માટે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરી ત્યારે તેને કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ કરી નહોતી. રીમાન્ડ પૂર્ણ થતા 22 મેના રોજ પણ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી. ત્યારે પણ તેને કોઈ ફરિયાદ કરી નહોતી. 'ક્રાઇમબ્રાંચ સામે આક્ષેપો પાછળથી ઘડી નખાયેલી એક વાર્તા'
અરજદારના વકીલે જણાવ્યું હતું કે, 22 તારીખે જ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તપાસ અધિકારીને નોટિસ પણ પાઠવી હતી. અરજદારે 22 તારીખે જ વકીલને રોક્યા હતા.
જો કે સરકારી વકીલે કહ્યું હતું કે, અરજદારના ક્રાઇમબ્રાંચ ઉપરના આક્ષેપો આ પાછળથી ઘડી નખાયેલી એક વાર્તા છે. પહેલી વખત પ્રોડક્શનમાં આરોપીએ કશું કહ્યું નહીં અને હવે આવા આક્ષેપો ઉપર ધ્યાન અપાશે તો બધા આરોપીઓ આવા આક્ષેપ કરશે. તેઓએ પ્રોડક્શન વખતે કેમ ન કહ્યું કે તેની ધરપકડ માણેકચોકથી કરાઈ નથી. દિલ્હીની હોટલના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા અરજદારની માગ
કોર્ટે પૂછ્યું હતું કે, જો આરોપી મહિલાને 16 મેના રોજ પકડવામાં આવી તો 19 મેના રોજ મેજિસ્ટ્રેટ સમક્ષ કેમ રજૂ કરી? જો કે સરકારી વકીલે જણાવ્યું હતું કે 18 મેના રોજ તેને પકડવામાં આવી છે, કાગળમાં તારીખ નોંધવામાં ભૂલ છે. અરજદારે હાઈકોર્ટ સમક્ષ દિલ્હીની હોટલના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા પણ માંગ કરી હતી. જો કે કોર્ટે તપાસ અધિકારીનો રિપોર્ટ માંગીને આ મુદ્દે 25 જૂને વધુ કાર્યવાહી રાખી છે. આ પણ વાંચો: અમદાવાદમાં સેલ્સ ગર્લે કરોડોના સોનાના દાગીના ચોર્યા, CCTV:Stay Loyalનું સ્ટેટસ, શૂટ-પેન્ટ ને ચહેરા પર સ્માઇલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સોના-ચાંદીના જ્વેલર્સના શો-રૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતી શો-રૂમમાંથી 20-25 લાખ નહીં, પરંતુ 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. શો-રૂમના યુનિફોર્મ એવા શૂટ અને પેન્ટમાં સોનાના દાગીના મૂકીને માલિકે રજા આપી હતી. તેથી જઈ રહી છે એમ કહીને શોરૂમમાંથી નીકળી ગઈ હતી.વાંચો સંપૂર્ણ સમાચાર પરિણીત BF સાથે રહેવા સેલ્સ ગર્લે 1.66 કરોડના દાગીના ચોર્યા:હોટેલોમાં સાથે રહ્યા, હર્ષિદા નહાવા ગઈ ને બોયફ્રેન્ડે દાવ કર્યો અમદાવાદના નિકોલ વિસ્તારમાં 11 મે 2026ના રોજ જ્વેલર્સ શો રૂમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટીએ 1.66 કરોડના દાગીનાની ચોરી કરી હતી. જે મામલે હર્ષિદાએ તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે ચોરી કરી હતી. ત્યાર બાદ બંને ભાગીને ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં સાથે રહ્યા હતા. જોકે, હર્ષિદા નાહવા ગઈ તે સમયે બોયફ્રેન્ડ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →