અમદાવાદ-રાજકોટ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી:વડોદરા-સુરતમાં પણ થ્રેટના કારણે બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે, ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પરત મોકલાયા
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા RTO કચેરી ખાલી કરાવાઈ છે. ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે. હાલમાં તમામ RTOમાં પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. 12 માર્ચ, 2026એ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ (ઘી કાંટા)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ (ઘી કાંટા)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગ ખાલી કરાઈ સર્ચ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. વાંચો સંપૂર્ણ સમાચાર 9 માર્ચ, 2026એ હાઇકોર્ટ-અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી ગુજરાત હાઇકોર્ટ, ગ્રાહક કોર્ટ, તથા નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળી હતી. ઇ-મેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા નવરંગપુરા પોલીસ અને બોમ્બ ડોગ સ્કવોડે તપાસ હાથ ધરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →