રોટવિલરે 9 વર્ષના બાળકના માથા-આંખ પર બચકા ભર્યા:અમદાવાદમાં બંગલાની બહાર ગેમ રમતો હતો ને કુતરાએ હુમલો કર્યો, રહીશોએ કહ્યું- ડોગ ખુલ્લું જ હોય છે

Gujarat6/10/2026, 6:32:59 AM
રોટવિલરે 9 વર્ષના બાળકના માથા-આંખ પર બચકા ભર્યા:અમદાવાદમાં બંગલાની બહાર ગેમ રમતો હતો ને કુતરાએ હુમલો કર્યો, રહીશોએ કહ્યું- ડોગ ખુલ્લું જ હોય છે
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા યુવકના દીકરા પર સોસાયટીમાં ખુલ્લા ફરતા રોટ વિલરે હુમલો કર્યો હતો. બાળક બંગલાની બહાર બેસીને મોબાઇલમાં ગેમ રમતો હતો, ત્યારે કૂતરાએ હુમલો કરતા બાળકના માથામાં અને આંખ પર ઇજા પહોંચી છે. બાળકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકના પિતાએ કૂતરાના મહિલા માલિક અલ્પાબેન રાજપૂત સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. AMCમાં ડોગનું ગત વર્ષે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે રજીસ્ટ્રેશન રીન્યુ કરાવ્યું નહોતું છેલ્લા 25 દિવસથી ડોગ રજીસ્ટ્રેશન વિના ફરી રહ્યું હતું. ગઈકાલે (9 જૂન) ઘટના બન્યા બાદ સાંજના સમયે આરોપી મહિલાએ ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ મહિલા પણ સોસાયટીમાં છે અને ભોગ બનનાર બાળક અને તેના પિતા પણ સોસાયટીમાં જ છે. રોટ વિલરે 9 વર્ષના બાળક પર હુમલો કર્યો વસ્ત્રાપુરમાં રહેતા દિનેશભાઈ રોતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ લાડ સોસાયટીમાં અલગ અલગ બંગલામાં કામકાજ કરે છે. ગઈકાલે(9 જૂન) સવારના સમયે પણ તેઓ તેમના નવ વર્ષના દીકરાને લઈને લાડ સોસાયટીએ બંગલાનું કામકાજ કરવા ગયા હતા. આ દરમિયાન તેને તેના દીકરાને બંગલાની બહાર બેસાડ્યો હતો. તેનો દીકરો બંગલાની બહાર બેસીને તેના મોબાઈલમાં ગેમ રમતો હતો. કૂતરાંએ માથાના અને આંખના ભાગે દાંત ઘૂસાડ્યા આ દરમિયાન અચાનક જ બહારથી કોઈ આવીને તેમના દીકરાને કૂતરું કરડ્યું હોવાની જાણ કરી હતી. દિનેશભાઈ જ્યારે બહાર ગયા ત્યારે તેમણે જાણ થઈ કે તેના દીકરાને માથાના ભાગે કુતરુ કરડવાથી બે દાંત ઘૂસી ગયા છે અને લોહી નીકળતું હતું. આ ઉપરાંત જમણી આંખના ભમરાના ભાગે પણ કુતરાના નખ વાગ્યા છે ત્યાંથી પણ લોહી નીકળતું હતું. રોટ વિલરના માલિક અલ્પાબેન રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ દિનેશભાઈએ તપાસ કરી તો લાડ સોસાયટીના બંગલા નં.-18માં રહેતા અલ્પાબેન રાજપૂતનું રોટ વિલર કૂતરું હતું. જે કુતરાને છૂટું મૂકેલું હતું અને સોસાયટીના ગેટ અંદર આવ્યું હતું. અલ્પાબેન પણ ત્યાં હાજર ન્હોતા. જ્યારે કૂતરું છૂટું ફરતું હોવાથી તેણે બાળક પર હુમલો કર્યો હતો. બાળકને સારવાર માટે વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને માથાના ભાગે ટાંકા આવ્યા છે. કુતરાના માલિક અલ્પાબેન રાજપૂત વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 'આ ડોગને મહિલા હંમેશા ખુલ્લું જ રાખતા હતા' સોસાયટીના કેટલાક રહીશોએ જણાવ્યું હતું કે, આ ડોગને મહિલા હંમેશા ખુલ્લું જ રાખતા હતા. ગાર્ડનમાં પણ તેને ખુલ્લુ લઈને જતા હતા જેના કારણે સોસાયટીના બાળકો ગભરાતા હતા. એક વખત ડોગે અચાનક ભસતા એક ઉંમરલાયક સ્ત્રી બાંકડા પરથી પડી ગયા હતા અને તેમના હાથમાં ઇજા પણ થઈ હતી. ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ડોગને હજુ સુધી લઈ જવામાં આવ્યું નથી. 'હાલ કૂતરાને તેના માલિક ફાર્મ હાઉસ ઉપર લઈ ગયા' બાળકના પિતા દિનેશભાઈએ જણાવ્યું હતું કે,પરંતુ હું જેવો બહાર આવ્યો ત્યારે કુતરુ ત્યાં હાજર નહોતું હાલ આ કૂતરાને તેના માલિક દ્વારા ફાર્મ હાઉસ ઉપર લઈ જવામાં આવ્યું છે. મારા બાળકને માથાના અને આંખ પર ઈજા થઈ છે હાલ તેની સારવાર ચાલી રહી છે. પેટડોગ મહિલા માલિકના ગોળ ગોળ જવાબ કુતરાના માલિક અને આરોપી અલ્પાબેન રાજપૂતે જણાવ્યું હતું કે, હું મારા ડોગને સાથે બાંધીને લઈ ગઈ હતી અને પરત લાવી રહી હતી ત્યારે ડોગે આ બાળક પર હુમલો કર્યો હતો. હુમલો કરતા બાળકને માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું જેથી હું અને મારા પતિ તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા હતાં. મારા ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ રિન્યુ કરાવવાનું હતું તેમને જાણ નહોતી. મેં અવારનવાર રીન્યુ માટે પ્રયત્ન કર્યા પરંતુ રીન્યુ થતું ન હતું જેથી ગઈકાલે(9 જૂન) સાંજે ફરીથી અમે રજીસ્ટ્રેશનનું રીન્યુ કરાવ્યું છે.
Read Original Article →