રિવરફ્રન્ટ રોડ પર AMCની કચરા ગાડી પલટી:ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, સદનસીબે જાનહાનિ ટળી

Gujarat6/2/2026, 2:13:24 PM
રિવરફ્રન્ટ રોડ પર AMCની કચરા ગાડી પલટી:ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, સદનસીબે જાનહાનિ ટળી
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે બેફામ સ્પીડે ચલાવતા ગાડી પલટી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર ચાલક નશાની હાલતમાં ચલાવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના જણાવ્યા મુજબ એક્ટિવાચાલકને બચાવવા જતા ગાડી પલટી ગઈ હતી. સમગ્ર મામલે કોર્પોરેશન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નાનું ગોળ સર્કલ હોવાથી ગાડી સ્પીડમાં આવતી હતી મળતી માહિતી મુજબ ડોર ટુ ડોર કચરાની કલેક્શન કરતી એજન્સી વેસ્ટર્ન ઇમેજનરી ટ્રાન્સ. પ્રા.લીનો કોન્ટ્રાક્ટ છેલ્લા દોઢેક વર્ષથી મધ્ય ઝોનમાં ચાલે છે. દરિયાપુર વોર્ડની અમારી ડોર ટુ ડોરની ગાડી નિયમિત સમયે તેના ટાઈમ પ્રમાણે કચરો લઈને બપોરના 1:30 વાગ્યાના સમયે આરટીએસ ઉપર ખાલી કરવા આવી રહી હતી. દરિયાપુરથી રિવરફ્રન્ટમાં ગાડી લઈને ડ્રાઇવર આવી રહ્યો હતો તે સમયે જમાલપુર રાયખડ વચ્ચે નાનું ગોળ સર્કલ હોવાથી ગાડી તેની સ્પીડમાં આવતી હતી. બે બાળકોને બચાવવા જતા ગાડી પલટી ગઈ રિવરફ્રન્ટ રોડ પર બે બાળકો એક્ટિવા લઈને જઈ રહ્યા હતા તે બાળકોને બચાવવા માટે ડ્રાઇવરે સ્પીડમાં બ્રેક મારી હોવાથી દરિયાપુર વોર્ડની કચરો ભરેલી ડોર ટુ ડોરની બાળકોને બચાવતા સ્પીડમાં રોડ ઉપર રિવરફ્રન્ટમાં ડિવાઇડર સાથે ગાડી અથડાતા ગાડી પલટી મારી ગઈ હતી. ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી અને સ્થળ ઉપર તાત્કાલિક ધોરણે ક્રેન લાવીને ગાડી ત્યાંથી હટાવી લીધી છે અને રોડ ઉપર કચરાની પણ તાત્કાલિક બીજી ગાડીમાં કચરો ભરાવીને રોડ ઉપર સફાઈ કરાવી દેવાઈ હતી.
Read Original Article →