'PSI સોનલ રાઠોડે મને પણ વાળ પકડીને મારી હતી':વધુ એક યુવતીએ સસ્પેન્ડેડ પોલીસ અધિકારીની કરતુત જણાવી, કહ્યું- 'આને પોલીસમાંથી દૂર કરો'

Gujarat6/5/2026, 12:30:06 AM
'PSI સોનલ રાઠોડે મને પણ વાળ પકડીને મારી હતી':વધુ એક યુવતીએ સસ્પેન્ડેડ પોલીસ અધિકારીની કરતુત જણાવી, કહ્યું- 'આને પોલીસમાંથી દૂર કરો'
અમદાવાદ શહેરમાં દિવ્યાંગ વેપારીને ઢોર માર મારવાના કેસમાં મહિલા PSIને મોડે મોડે સસ્પેન્ડ કરી ફરિયાદ નોંધવામાં આવી છે. PSI સોનલ રાઠોડના 'દિવ્ય ભાસ્કર' પર સમાચાર જોયા બાદ અમદાવાદમાં રહેતી એક યુવતીના પાંચ વર્ષ જૂના ઘા તાજા થઈ થયા છે. વર્ષ 2021માં સોનલ રાઠોડ જ્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે ફરિયાદ કરવા ગયેલી એક યુવતીના વાળ પકડીને સોનલ રાઠોડ લાફો માર્યાનો ગંભીર આક્ષેપ કરાયો છે. યુવતીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જે તે સમયે અમારી ફરિયાદ પણ લીધી નહોતી. અમારે સીપી સુધી રજૂઆત માટે જવું પડ્યું હતું. હવે ફરી જ્યારે સોનલ રાઠોડ વિવાદમાં આવ્યા છે ત્યારે યુવતીની માગ છે કે, આને સસ્પેન્ડ નહીં પણ પોલીસ વિભાગમાંથી જ દૂર કરવા જોઈએ. 2021માં સોનલ રાઠોડે પોલીસ સ્ટેશનમાં જ મારા વાળ પકડી મને મારી હતી- હિનલ ગોસ્વામી અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગ વેપારીને ઢોર માર મારતા મહિલા PSI સોનલ રાઠોડ ચર્ચામાં આવ્યા છે. ગોપાલભાઈ દરજી નામના દિવ્યાંગ વેપારીને માર મારવાના કેસમાં પોલીસે મોડેમોડે ફરિયાદ નોંધી છે અને મહિલા PSIને સસ્પેન્ડ કરી દીધા છે. છેલ્લા ચાર દિવસથી ચર્ચામાં રહેલા સોનલ રાઠોડના 'દિવ્ય ભાસ્કર' પર સમાચાર વાંચ્યા બાદ અમદાવાદમાં રહેતી હિનલ ગોસ્વામી નામની એક યુવતી સામે આવી છે. ભાસ્કર સાથેની વાતચીતમાં નવરંગપુરામાં રહેતી હિનલે કહ્યું કે, વર્ષ 2021માં મારા ભાઈને કેટલાક લોકોએ મારમાર્યો હતો. જેથી ગંભીર હાલતમાં ભાઈને લઈને નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી.નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તે સમયે સોનલ રાઠોડ હાજર હતા.પોલીસ ફરિયાદ લેતા નહોતા જેથી મે ઝડપથી ફરિયાદ લેવા કહ્યું હતું. કારણ કે ફરિયાદ લે તો અમે સારવાર માટે જઈ શકીએ. હું ફરિયાદ લેવા માટે કહી રહી હતી ત્યારે પોલીસ સ્ટેશનમાં તે સમયે સોનલ રાઠોડે બધા અધિકારીઓની હાજરીમાં વાળ ખેંચીને લાફો મારો દીધો હતો.મારા ભાઈની હાલત ખરાબ હતી પોલીસે ફરિયાદ ન લીધી તો હું તરત જ ભાઈને લઈને સારવાર માટે હોસ્પિટલ પહોચી ગઈ હતી.હોસ્પિટલમાં પણ સોનલ રાઠોડ આવ્યા હતા અને ખરાબ વર્તન કર્યું હતું.પોલીસે મારામારીના કેસમાં અમારી ફરિયાદ લીધી જ ન્હોતી. 'પોલીસ કમિશનરના આદેશ બાદ ફરિયાદ લેવામાં આવી હતી' અમે તે સમયે પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા. કમિશનર કચેરીથી આદેશ થયા બાદ નવરંગપુરા પોલીસ અમારી ફરિયાદ નોંધી હતી. અત્યારે સમાચારમાં જ્યારે મેં સોનલ રાઠોડના સમાચાર વાંચ્યા ત્યારે મને તે ઘટના જોઈને મારી સાથે બનેલી ઘટના યાદ આવી ગઈ હતી.હું તે ઘટના ભૂલી શકતી નથી કારણ કે મને પણ સોનલ રાઠોડે પોલીસ સ્ટેશનમાં જ માર માર્યો હતો અને બાદમાં માફી માંગી હતી.આ દિવ્યાંગને પણ સોનલે માર મારીને માફી માંગી છે. આને પોલીસ ખાતામાં જ ન રાખવા જોઈએ- હિનલ ગોસ્વામી સોનલે કરેલી મારામારી અને વર્તન માટે મેં જે તે સમયે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પી.આઈને પણ રજૂઆત કરી હતી.પરંતુ તેમણે કોઈ પગલા લીધા નહોતા.આજે જ્યારે સોનલ રાઠોડને સસ્પેન્ડ કર્યાના સમાચાર જાણવા મળ્યા ત્યારે મારું કહેવું છે કે આને સસ્પેન્ડ નહીં પરંતુ પોલીસ ખાતામાં જ ના રાખવા જોઈએ. જો આ ફરીથી બહાર આવશે તો આ પ્રમાણે જ નિર્દોષ લોકોને માર મારશે. કેબીન ચલાવી ગુજરાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુને માર માર્યો હતો અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં PCO ચલાવતા ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી. જેથી તેઓ કેબીન પર પેકેટ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈનું માનીએ તો, તેમની કેબીન પર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક છોકરાઓ પેકેટ તોડી જતા હોય છે. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ આવતા તેમને હાથ લાંબો કરતા એક બાળકનો હાથ પકડી લીધો હતો. જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી. સગીરે ઘટના બાબતે તેના પિતાને જાણ કરતા તેઓ કેબીન પર આવી પહોંચ્યા હતા અને મને ગાળો આપી હતી. ત્યારબાદ સગીરના પિતાએ તેમના પત્નીને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. 'બહારથી આવેલા PSIએ મને લાફા, લાતો અને લાકડી મારી' ગોપાલભાઈએ વધુમાં જણાવ્યું કે, હું જ્યારે ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે બહારથી એક PSI આવ્યા હતા. તેમને કોઈએ રોક્યા ન હતા. તેને મને લાફા અને લાતો મારી જેથી હું નીચે પડી ગયો હતો. ત્યારબાદ પણ તેને મને લાકડીથી ફટકાર્યો હતો. મેં પોલીસને મારી ફરિયાદ લખવા જણાવ્યું હતું. પરંતુ લખી નહોતી. પ્રજ્ઞાચક્ષુને માર માર્યાના બીજા દિવસે સમાધાન કરવા પહોંચ્યા હતા ગોપાલભાઈ દરજીને માર માર્યા બાદ મહિલા PSI સોનલ રાઠોડ બીજા દિવસે ગોપાલભાઈના ઘરે પહોચી ગયા હતા અને સમાધાનના પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે, આ સમયે જ ભાસ્કર રિપોર્ટર ગોપાલભાઈના ઘરે પહોંચી જતા મહિલા PSI ત્યાંથી નીકળી ગયા હતા. મહિલા PSIએ કહ્યું હતું- ‘હું ગિલ્ટી ફીલ કરું છું’ PSI સોનલ રાઠોડે પીડિતના પરિવારજનો સમક્ષ કહ્યું કે, ઘર સુધી આવવાનું કારણ શું હોય? હું ગિલ્ટી ફીલ કરું છું એટલે. મારો દીકરો પડી ગયો અને મારો કાન સુજી ગયો. હું તો બહારગામ હતી. મહિલા PSI સસ્પેન્ડ, પોલીસ ફરિયાદ નોંધાઈ દિવ્યાંગ વેપારી ગોપાલભાઈ દરજીને માર મારવાના બનાવમાં પોલીસે PSI સોનલ રાઠોડ વિરુદ્ધ BNSની રાઇટ ટુ પર્સન ડિસએબિલિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ પણ કરી દેવાયા છે.
Read Original Article →