અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાનો મામલો:મૃતકના પુત્ર હરેશ પટેલે યુકેની AAIBને લખ્યો પત્ર, પ્રાથમિક અને મીડિયા રિપોર્ટિંગના આધારે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવાનો મળ્યો જવાબ
અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલા એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના ભયાનક અકસ્માતને લગભગ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. છતાં મૃતકોના પરિવારોમાં અસંતોષ અને પ્રશ્નો યથાવત્ છે. ખાસ કરીને બ્રિટનના નાગરિકોના પરિવારો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેમને હજુ સુધી ઘટનાનું સંપૂર્ણ સત્ય જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં 279 સંખ્યામાં લોકોનાં મોત થયા હતા, જેમાં બ્રિટિશ નાગરિકો પણ સામેલ હતા. બ્રિટિશ નાગરિક હરેશ પટેલના પિતા કુબેરભાઈ અને માતા બેબીબેન પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા.હરેશ પટેલે યુકેની Air Accidents Investigation Branch (AAIB)ને પત્ર લખ્યો હતો. જેનો પ્રત્યુત્તર AAIB એ તેમને આપ્યો હતો કે, પ્રિય શ્રી પટેલ, 12 જૂન 2025ના અમદાવાદ (ભારત) ખાતે એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના અકસ્માત અંગે તાજેતરમાં AAIBનો સંપર્ક કરવા બદલ આભાર. હું આ તપાસમાં AAIB ઈન્ડિયા માટે નિમાયેલ “Expert” છું. અકસ્માતની વર્ષગાંઠ નજીક આવી રહી છે, ત્યારે આપના નુકસાન માટે મારી હાર્દિક સંવેદના સ્વીકારશો. તમારા ઈમેલમાં તમે લખ્યું હતું કે AAIB ઈન્ડિયા તપાસમાં “Expert status” ધરાવે છે. આ સ્થિતિએ કારણે છે કે આ અકસ્માતમાં યુનાઇટેડ કિંગડમના નાગરિકોના મૃત્યુ થયા હતા, અને આ આંતરરાષ્ટ્રીય નિયમો (Annex 13 – Convention on International Civil Aviation) મુજબ છે. એક Expert તરીકે, મને અને મારી ટીમને અકસ્માત સ્થળની મુલાકાત લેવાનો અધિકાર હતો. અમને AAIB ઈન્ડિયા દ્વારા જાહેર કરવા માટે મંજૂર માહિતી મેળવવાનો અને અંતિમ રિપોર્ટની નકલ મેળવવાનો અધિકાર છે.પરંતુ, મને તપાસના ટેકનિકલ પાસાઓ વિશે માહિતી મેળવવાનો અધિકાર નથી. એટલે કે, યુનાઇટેડ કિંગડમ તમારા માગ્યા મુજબ સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરી શકતું નથી. તમારા ટેકનિકલ પ્રશ્નો અંગે – પ્રાથમિક (preliminary) રિપોર્ટ હંમેશા અંતિમ નથી હોતો અને આગળની તપાસ બાદ તેમાં ફેરફાર થઈ શકે છે. અમેરિકાનો National Transportation Safety Board (NTSB) આ તપાસમાં સંપૂર્ણ રીતે જોડાયેલો છે, કારણ કે તે વિમાનના ડિઝાઇન અને ઉત્પાદન દેશનું પ્રતિનિધિત્વ કરે છે.NTSB અને તેની સલાહકાર કંપની Boeing એ ઉપલબ્ધ ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કર્યું છે અને તેમનું વિશ્લેષણ AAIB ઈન્ડિયાની તપાસમાં સામેલ કરવામાં આવ્યું છે. તેથી શક્ય છે કે આપના પ્રશ્નોના જવાબ અંતિમ રિપોર્ટમાં મળે. હું આપને સલાહ આપું છું કે માત્ર પ્રાથમિક રિપોર્ટ અથવા મીડિયા રિપોર્ટિંગના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચશો નહીં.
હું સમજું છું કે અંતિમ રિપોર્ટ માટે રાહ જોવી આપ અને અન્ય પરિવારો માટે મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે ઘણા પ્રશ્નો બાકી હોય. મેં તાજેતરમાં AAIB ઈન્ડિયાને પૂછ્યું હતું કે રિપોર્ટ ક્યારે આવશે, પરંતુ તેમણે કોઈ તારીખ આપી નથી.આ પ્રકારના રિપોર્ટ તૈયાર થવામાં સમય લાગે છે, કારણ કે તપાસ સંસ્થાઓ સંપૂર્ણ અને વિગતવાર તપાસ કરવા માંગે છે, અને તેથી અગાઉથી ચોક્કસ તારીખ જણાવવી મુશ્કેલ હોય છે.
Read Original Article →