અમદાવાદમાં યુવતીઓને બ્લેકમેલ કરવાના બે ચોંકાવનારા કિસ્સા:કોલેજ સમયમાં યુવતીએ મિત્ર સાથે પડાવેલો ફોટો મિત્રની પત્નીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ યુવતીઓને હેરાન કરવા અને બ્લેકમેઇલ કરવાનું એક જોખમી હથિયાર બની રહ્યું છે. અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયાના દુરુપયોગના બે અલગ-અલગ ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પ્રથમ કિસ્સામાં નિકોલ વિસ્તારમાં કોલેજ કાળના જૂના ફોટાના આધારે એક મહિલાએ પતિની જૂની ફ્રેન્ડ પાસે ₹3 લાખની ખંડણી માંગી ફોટો વાયરલ કર્યો છે. જ્યારે બીજા કિસ્સામાં વટવા વિસ્તારમાં સગાઈ તૂટી જવાની અદાવતમાં એક નબીરાએ ફેક આઈડી બનાવી યુવતીના અંગત ફોટા તેના ભાઈને મોકલી ધમકી આપી છે. બંને મામલે સ્થાનિક પોલીસે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કિસ્સો 1: નિકોલમાં મિત્રની પત્નીએ ફોટો વાયરલ કરી ₹3 લાખની ખંડણી માંગી
નિકોલ વિસ્તારમાં રહેતી અને નરોડા GIDCમાં નોકરી કરતી 27 વર્ષીય યુવતી સાથે આ ઘટના ઘટી છે. 8 વર્ષ પહેલાં વર્ષ 2018માં જ્યારે તે પેથાપુરની ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી હતી, ત્યારે ક્લાસના મિત્રો સાથે ધરોઈ ડેમ ખાતે પિકનિક પર ગઈ હતી. આ પ્રવાસમાં તેનો ક્લાસમેટો કિરણ પરમાર પણ સામેલ હતો અને બધાએ સાથે ગ્રુપ ફોટા પડાવ્યા હતા. અફેરનો આક્ષેપ અને બ્લેકમેઇલિંગ: વર્ષ 2024માં કિરણ પરમારના લગ્ન થઈ ગયા બાદ તેની પત્ની કાજલ સિંધવના હાથમાં આ જૂનો ફોટો આવ્યો હતો. કાજલે યુવતીને ફોન કરીને આક્ષેપ કર્યો કે, “તું મારા પતિ સાથે કેમ આડા સંબંધ રાખે છે?” અને ધમકી આપી કે જો ₹3 લાખ નહીં આપે તો ફોટો વાયરલ કરી દેશે. સંમતિ વિના ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો: યુવતીએ આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હોવા છતાં, આરોપી કાજલે બે મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર યુવતી અને કિરણનો ફોટો કોઈ પણ સંમતિ વિના પોસ્ટ કરી બદનામી કરી હતી. આખરે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કિસ્સો 2: વટવામાં સંબંધ તોડ્યા બાદ આશિક પાગલ બન્યો
બીજો કિસ્સો વટવા ગામડી રોડ વિસ્તારનો છે, જ્યાં રહેતી 21 વર્ષીય યુવતી ગુજરાત કોલેજ પાસે આવેલી એક ઓફિસમાં નોકરી કરે છે. ઓફિસમાં સાથે કામ કરતા દેવ શર્મા નામના યુવક સાથે તેનો પરિચય થયો હતો. 5 મહિનાના પરિચય દરમિયાન દેવે પોતાના મોબાઇલમાં યુવતી સાથેના કેટલાક ફોટા પાડ્યા હતા. જોકે, વૈચારિક મતભેદોના કારણે યુવતીએ 2 મહિના પહેલાં દેવ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. અન્ય જગ્યાએ સગાઈ થતાં ઉશ્કેરાયો: યુવતીના માતા-પિતાએ તેની મરજીથી તેની સગાઈ અન્ય યુવક સાથે નક્કી કરતાં જ આરોપી દેવ શર્મા ઉશ્કેરાઈ ગયો હતો. તેણે યુવતીનો પીછો કરી સંબંધ રાખવા દબાણ કર્યું અને ધમકી આપી કે, “જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તારા લગ્ન ક્યાંય થવા દઈશ નહીં.” ભાઈ અને થનાર પતિને બદનામ કરવાની ધમકી: નરાધમ દેવ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક ફેક (નકલી) એકાઉન્ટ બનાવ્યું અને યુવતીના સગા ભાઈને આ ફોટા મોકલી આપ્યા હતા. એટલું જ નહીં, તેણે ફોન કરીને ધમકી આપી છે કે જો યુવતીના લગ્ન તેની સાથે નહીં કરાવો, તો તે આ ફોટા તેના થનાર પતિને મોકલીને સમાજમાં આખા પરિવારને બદનામ કરી નાખશે. વટવા પોલીસે આ મામલે આકરી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર ક્રાઇમ સેલની નાગરિકોને અપીલ:
Read Original Article →