જૈન સમાજની પ્રભુત્વ વાળી બે બેઠકો પર ટિકિટને લઈ વિવાદ:સાબરમતીમાં BJPમાંથી જૈન પુરુષ ઉમેદવાર ઉભો કરવા માગ; પાલડીમાં કોંગ્રેસે લઘુમતી મહિલાને ટિકિટ આપતા ભાજપના પ્રહાર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ભાજપના બાકી છે. આ વચ્ચે જ સાબરમતી અને થલતેડ વોર્ડમાં ટિકિટને લઈ ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. સાબરમતી વોર્ડમાં જૈન સમાજે પુરુષ ઉમેદવારની ટિકિટ આપવા માગ કરી છે. બીજી તરફકોંગ્રેસ દ્વારા 5 એપ્રિલના રોજ મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પાલડી વોર્ડમાં લઘુમતી સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું કે, ‘વાહ રે કોંગ્રેસ વાહ, પાલડી વિસ્તારમાં લઘુમતી ઉમેદવાર, અશાંતધારાનો કડક અમલ થશે અને ડંકાની ચોંટે થશે.’ સાબરમતી વોર્ડમાં જૈન પુરુષને ટિકિટ આપવા માગ
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી ત્રણથી ચાર દિવસમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. અમદાવાદમાં ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે, ત્યારે સાબરમતી વોર્ડમાં સામાન્ય પુરુષ સીટ પરથી જૈન સમાજને ટિકિટ આપવા અંગેની માગ ઉઠી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાં મુજબ, સાબરમતી વિસ્તારના જૈન સમાજ દ્વારા ભાજપમાં સામાન્ય સીટ ઉપરથી જૈન સમાજના કોઈ કાર્યકર્તા કે હોદ્દેદારને ટિકિટ આપવા અંગે રજૂઆત કરવામાં આવી છે. અહીં પાટીદાર અને જૈન સમાજનું પ્રભુત્વ
મદાવાદ મહાનગરપાલિકાની 2021ની ચૂંટણીમાં સાબરમતી વોર્ડમાંથી સામાન્ય મહિલા સીટ ઉપરથી જૈન સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓની જીત થઈ હતી. જોકે આ ચૂંટણીમાં જૈન સમાજમાંથી મહિલાની જગ્યાએ પુરુષને ટિકિટ આપવાની માગ ઉઠી છે. સાબરમતી વિસ્તારમાં સામાન્ય સીટ ઉપરથી અને પુરુષ ઉમેદવારમાં સૌથી વધારે પાટીદાર અને જૈન સમાજના મત હોવાના કારણે ભાજપ દ્વારા બંને સમાજના કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે જૈન સમાજ દ્વારા પુરુષ ઉમેદવારની માગ કરવામાં આવી છે, જેની પાછળનું કારણ છે કે તેમના સમાજના કામો અને સ્થાનિક લોકોના કામો પુરુષ ઉમેદવાર કરી શકે છે. મહિલા ઉમેદવાર સમય આપી ન શકતા હોવાના કારણે ઉપર સુધી રજૂઆત થતી નથી, જેને લઇને પુરુષ ઉમેદવારની માગ ઉઠી છે. વિવાદીત અને ત્રણ ટર્મ ચૂંટણી લડેલાને ટિકિટ નહિ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2500થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરોના નામોની ચર્ચા શહેર સંકલન બેઠકમાં કરવામાં આવી હોવાનું સૂત્રો મુજબ જણાવવામાં આવ્યું છે. જે ઉમેદવારો સ્વચ્છ છબી ધરાવે છે અને નિર્વિવાદિત કોર્પોરેટરોના નામોની ચર્ચા કરવામાં આવી છે. ત્રણ ટર્મ થઈ ચૂકેલા અને 60 વર્ષથી ઉપરના એક પણ ઉમેદવારની ચર્ચા કરવામાં આવી નથી. થલતેજ વોર્ડમાં ટિકિટને લઈને આંતરિક વિવાદ
સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, થલતેજ વોર્ડમાં ટિકિટને લઈને આંતરિક વિખવાદો સામે આવી રહ્યા છે. થલતેજ વોર્ડમાં તાજેતરમાં યોજાયેલી ભાજપની બેઠક દરમિયાન બિલ્ડરનાં પત્નીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મહિલા કાર્યકર્તાએ આ વોર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે, પરંતુ પાર્ટી દ્વારા હજુ સુધી તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છતાં, બેઠક દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા તેમને આગળ વધીને અભિનંદન આપવામાં આવ્યા હતા. જેનાથી અન્ય કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. પાલડીમાં કોંગ્રેસે લઘુમતિને ટિકિટ આપતા ભાજપે મુદ્દો બનાવ્યો
પાલડી વિસ્તારમાં જૈન અને હિન્દુ ધર્મની વસ્તી સૌથી વધારે છે, તેમ છતાં કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાંથી લઘુમતી સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવતા હવે ભાજપ દ્વારા મુદ્દો ઉભો કરવામાં આવ્યો છે. પાલડી વિસ્તારમાં ધીમે-ધીમે લઘુમતી સમાજનું પ્રભુત્વ વધી રહ્યું છે અને કેટલાક લોકો દ્વારા ત્યાં બાંધકામો ઉભા કરવા અથવા મકાનો ખરીદવામાં આવી રહ્યા હોવાને લઈને ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ‘કોંગ્રેસે મુસ્લિમ મહિલાને ટિકિટ આપી મેસેજ આપ્યો કે- તમારી સાથે છીએ’
અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાં મુસ્લિમને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે પાલડી વોર્ડમાં 73 હજારથી વધારે હિન્દુ મતદારો અને 4200 જ મુસ્લિમ મતદારો છે. કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાં મુસ્લિમ સમાજના મહિલા ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્રેસે એક મેસેજ આપ્યો છે કે, અમે તમારી સાથે જ છીએ અને પાલડીને જુહાપુરા બનાવવાના છે. જમાલપુરથી જુહાપુરા વાયા પાલડી વાસણા કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, જિલ્લા પંચાયતનાઉમેદવાર આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, તાલુકા પંચાયતના ઉમેદવાર યાદી 1 આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, તાલુકા પંચાયતના ઉમેદવાર યાદી 2
Read Original Article →