પહેલાં વાળ અને પછી પકોડીમાંથી હાડકું નીકળ્યું, VIDEO:અમદાવાદમાં યુવતીએ ફરિયાદ કરતા લારીવાળાએ કહ્યું- લાકડું છે, કાપીને બતાવીએ પણ કપાયું નહીં, પછી માફી માંગી

Gujarat5/16/2026, 6:00:15 AM
પહેલાં વાળ અને પછી પકોડીમાંથી હાડકું નીકળ્યું, VIDEO:અમદાવાદમાં યુવતીએ ફરિયાદ કરતા લારીવાળાએ કહ્યું- લાકડું છે, કાપીને બતાવીએ પણ કપાયું નહીં, પછી માફી માંગી
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે ઊભા રહેતા પકોડીવાળાના ત્યાં પકોડી ખાવા માટે ગયેલી યુવતીની પકોડીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. યુવતી તેની માતા સાથે પકોડી ખાવા માટે ગઈ હતી. સૌપ્રથમ પકોડીમાંથી વાળ નીકળ્યો હતો, પરંતુ તેણે ધ્યાને લીધું નહોતું. ત્યારબાદ છેલ્લી પકોડીમાંથી હાડકું નીકળતા યુવતીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વાઇરલ વીડિયોની ખરાઈ કરવાની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ કરી રહ્યું છે. પકોડીમાંથી વાળ નીકળ્યો રાણીપ વિસ્તારમાં ડી માર્ટ પાસે એક પકોડીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં યુવતી જણાવે છે કે રાણીપ ડી માર્ટ પાસે ક્રિષ્ના ભેળ પકોડીવાળો ઉભો રહે છે. ગઇકાલે 15 મે શુક્રવારના રોજ એક યુવતી તેની માતા સાથે પકોડી ખાવા માટે ત્યાં સાંજના સમયે 6:30 વાગ્યે પહોંચી હતી. યુવતી અને તેની માતાએ પકોડી ખાધી હતી. જેમાં પકોડી ખાતા સમયે એક વખત પકોડીમાંથી વાળ આવ્યો હતો પરંતુ તેમને કંઈ કહ્યું નહોતું, જે અમારી ભૂલ હતી. પકોડીમાંથી હાડકું નીકળ્યું ત્યારબાદ છેલ્લી પકોડી ખાધી જેમાં મેં પકોડી ખાધી તેમાંથી હાડકું નીકળ્યું હતું. મેં તેમને કહ્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ લાકડું છે. પકોડી ખાવા માટે આવેલા બીજા ચાર લોકોને જ્યારે બતાવવામાં આવ્યું તો તેમણે પણ કહ્યું કે આ હાડકું છે. ફરીથી તેમને અમે કહ્યું તો પાછું અમને કહ્યું કે આ લાકડું છે અને કાપીને બતાવીએ એમ કહ્યું અને કાપ્યું તો કપાયું નહીં અને ત્યારબાદ કહે છે કે હાડકું છે અને અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ હાડકું ઉડીને આવ્યું હશે તેમ કહી દીધું હતું. આ સમગ્ર વીડિયો વાઇરલ થયા બાદ હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો: અમદાવાદના 'Komo by Kaffa'ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી તમારી મનપસંદ પાણીપુરીની લારી કેટલી સુરક્ષિત? 4 મહિના પહેલાં અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધે નહીં તેને લઈને પાણીપુરી વેચનાર લારીઓ-એકમો સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. શહેરના અલગ-અલગ સ્થળેથી પાણીપુરીના પાણી અને ઉપયોગમાં લેવાતા મસાલાની તપાસ કરાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે 1,121 પાણીપુરીની લારીઓ પર પાણીના નમૂના લીધા હતા, જેમાં 280 સેમ્પલમાં ખાવાલાયક ન હોય એવા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તો અમુક જગ્યાએ પાણીમાં બેક્ટેરિયા મળ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →