અઠવાડિયામાં કાયદાના સંઘર્ષમાં આવેલા 4 સગીરોને હાઇકોર્ટે જામીન આપ્યા:અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ બનાવ, પાટીદાર બિલ્ડર મર્ડર અને સુરતના હત્યાના કેસમાં સંડોવાયેલા'તા

Gujarat4/4/2026, 3:01:32 PM
અઠવાડિયામાં કાયદાના સંઘર્ષમાં આવેલા 4 સગીરોને હાઇકોર્ટે જામીન આપ્યા:અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ બનાવ, પાટીદાર બિલ્ડર મર્ડર અને સુરતના હત્યાના કેસમાં સંડોવાયેલા'તા
દિલ્હી નિર્ભયા કેસમાં એક સગીર આરોપી સામેલ હતો. જેનો ગુન્હામાં ગંભીર રોલ હતો. તાજેતરમાં અમદાવાદમાં પાટીદાર બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા અને સેવન્થ ડે સ્કૂલમાં સાથી સગીર વિદ્યાર્થીની હત્યા કરવાના કેસમાં આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હતો. જેને 30 માર્ચે ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે. સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય ત્રણ સગીરોને પણ છેલ્લા અઠવાડિયામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસ સુરતના છે. સુરતના કેસમાં સગીરના જામીન મંજુર પ્રથમ સગીર આરોપી સામે કતારગામ પોલીસ મથકે ઓક્ટોબર 2025માં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આક્ષેપ મુજબ સગીર આ કેસમાં મુખ્ય આરોપી છે. 15 વર્ષ અને 2 મહિનાના આ સગીર આરોપીએ ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હતો. જેમાં 19 વર્ષીય યુવકને પેટમાં ચપ્પુના ઘા મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે અન્ય પુખ્ત વયના આરોપી પણ હતા, જેને કિશોરની હુમલો કરવા માટે ઉશ્કેર્યો હતો. તેના CCTV ફૂટેજ મળી આવ્યા હતા. રાંદેર હત્યા કેસમાં જામીન બીજી ફરિયાદ 16 વર્ષ અને 9 મહિનાના સગીર સામે સુરતના રાંદેર પોલીસ મથકે વર્ષ 2024 માં નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં 6 જેટલા સગીર સામેલ હતા. તેઓએ ઝઘડાની બાબતમાં 24 વર્ષીય યુવકને ભેગા થઈને માર માર્યો હતો, તેમજ છરી મારીને હત્યા નિપજાવી ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. કિશોર પાસેથી છરી મંગાવી હત્યા કેસમાં જામીન મંજૂર 2024માં જ સુરતના પલસાણા પોલીસ મથકે એક સગીર સહિતના આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં સગીર પાસે બાઈક રીપેરીંગ કરવા આવેલા વ્યક્તિઓ બાઈક રીપેરીંગથી સંતુષ્ટ જણાયા નહોતા. જેને લઈને સગીર સાથે બોલાચાલી થઈ હતી. સગીરે સ્ક્રુ ડ્રાઇવર વડે ગ્રાહક ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં તેની વોચ ગોઠવીને અન્ય સાથીદારો સાથે ફરિયાદી અને મૃતકને માર માર્યો હતો તેમ જ છરી મારી હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં આરોપીનું કહેવું હતું કે મૃતક વરસાદને લઈને બાઈક પરથી લપસી પડતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. જો કે પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે અન્ય એક કિશોર પાસેથી છરી મંગાવી હતી. ચારેય સગીરને હાઇકોર્ટે 10ના બોન્ડ ઉપર જામીન આપ્યા ઉપરોક્ત કાયદાના સંઘર્ષમાં આવેલા ચારેય કિશોરોને ગુજરાત હાઇકોર્ટે 10ના બોન્ડ ઉપર જામીન આપ્યા છે. જેમાં પ્રોબેશન ઓફિસરે તેનો ક્વાટરલી રિપોર્ટ રજૂ કરવાનો રહેશે અને જરૂર પડે કાયદાના સંદર્ભમાં આવેલ કિશોરોને મનોચિકિત્સકીય સપોર્ટ આપવાનો રહેશે.
Read Original Article →